13 મિનિટ પહેલા
- કૉપી લિંક

(પ્રતિકાત્મક તસવીર)
એર કેનેડાએ 23 ઓગસ્ટ, 2022ના રોજ અને ત્યારબાદ ઈશ્યુ કરવામાં આવેલી ટિકિટો પર અમલી બને તે રીતે તેની ચેક્ડ બેગેજીસ પોલિસીમાં ફેરફાર કરવાની જાહેરાત કરી છે. બેગેજને લગતા ભાડા તથા ફીમાં કરવામાં આવેલા આ ફેરફાર બેઝીક, સ્ટાન્ડર્ડ તથા ફ્લેક્સ ફેર્સ પર લાગૂ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત વિવિધ સ્થળો માટેની ઉડ્ડન સેવા, ફેર ક્લાસ, સ્થળો, ટિકિટ ખરીદીની તારીખ તથા સતત ઉડ્ડયન સેવાનો લાભ લેવામાં આવતો હોય તે સ્થિતિને ધ્યાનમાં રાખી આ ફેરફારને લાગૂ કરાયા છે.

(પ્રતિકાત્મક તસવીર)
હવાઈ મુસાફરી કરતાં મુસાફરોએ સાથે લઈ જવામાં આવતી બેગ લગતા અલાઉન્સ તથા ફીને લગતી જે કેટલાક છૂટછાટો આપવામાં આવેલી હતી તેને દૂર કરી દેવામાં આવી છે.કેનેડામાં મુસાફરી કરતા તેમ જ અમેરિકા જતા અથવા આવતા મુસાફરો માટે બેગેજ ફી યથાવત રાખવામાં આવી છે.
કેનેડા/US અને કેરેબિયન/મેક્સિકો/મધ્ય અમેરિકા વચ્ચે મુસાફરી કરતા મુસાફરો માટે બેગેજ ફી આ પ્રમાણે ફેરફાર કરવામાં આવ્યા છે.
- તમામ બજારો માટે બેઝીક અથવા સ્ટાન્ડર્ડ ફેરની ટિકિટ ખરીદવામાં આવે ત્યારે 1લી બેગ ઉપર 30 ડોલર ચાર્જ.
- બેઝીક, સ્ટાન્ડર્ડ, અથવા ફ્લેક્સ ફેરની ટિકિટ ખરીદવાના સંજોગોમાં 2જી બેગ ઉપર 50 ડોલર ફી (કોઈ ફેરફાર નહીં)
નીચેના સંજોગોમાં તમામ બજારો માટે બીજી બેગ માટેની ફી 100 ડોલર રહેશે
- કેનેડા/U.S અને દક્ષિણ અમેરિકા વચ્ચે મુસાફરી માટે
- કેનેડા/U.S અને યુરોપ/મધ્ય પૂર્વ તથા આફ્રિકા વચ્ચે મુસાફરી માટે
- કેનેડા/U.S અને એશિયા/દક્ષિણ પેસિફિક માટે