અમિતાભ બચ્ચન થયા કોરોના પોઝિટિવ, ટ્વીટ કરીને આપી માહિતી | Amitabh bachchan became corona positive gave information by tweet

ભારતના સુપરસ્ટાર અભિનેતા અમિતાભ બચ્ચનને (Amitabh bachchan) કોરોના થયો છે. અભિનેતાએ પોતે ટ્વિટર પર ટ્વિટ કરીને ચાહકો સાથે આ માહિતી શેર કરી હતી.

અમિતાભ બચ્ચન થયા કોરોના પોઝિટિવ, ટ્વીટ કરીને આપી માહિતી

amitabh bachchan became corona positive

Image Credit source: file photo

ભારતના સુપરસ્ટાર અભિનેતા અમિતાભ બચ્ચનને (Amitabh bachchan) કોરોના થયો છે. અભિનેતાએ પોતે ટ્વિટર પર ટ્વિટ કરીને ચાહકો સાથે આ માહિતી શેર કરી હતી. પોતાની પોસ્ટમાં અમિતાભ બચ્ચને લખ્યું છે કે, ‘મેં કરેલા કોરોના ટેસ્ટનું પરિણામ પોઝિટિવ આવ્યું છે. જે પણ મારી આસપાસ હતા અને મારા સંપર્કમાં આવ્યા હતા, કૃપા કરીને તેમનો કોરોના ટેસ્ટ કરાવો. જો રિપોર્ટનું માનીએ તો મુંબઈમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના કેસોમાં 25%નો વધારો થયો છે. હાલમાં શહેરમાં 12 હજાર એક્ટિવ કેસ છે. આ પહેલા પણ 2021માં કોરાના મહામારી સમયે કોરોના (Corona positive) થયો હતો.

ઉલ્લેખનીય છે કે બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન 26 ઓગસ્ટના રોજ ગુજરાતની મુલાકાતે આવવાના હતા. તેઓ જૂનાગઢ ખાતે સપરિવાર શેરનાથ બાપુના ગોરક્ષનાથ આશ્રમ ખાતે આવી શેરનાથ બાપુના આશ્રમ ખાતે આશીર્વાદ પણ લેવાના હતા. અમિતાભ બચ્ચન ઘણા લાંબા સમય બાદ ગુજરાતની મુલાકાતએ આવવાના હતા. પણ તેમની મુલાકાત પહેલા જ તેમને કોરોના થયો છે જેને કારણે આ મુલાકાત રદ્દ પણ થઈ શકે છે.

અમિતાભ બચ્ચનની ટ્વિટ

ખુશ્બુ ગુજરાત કી કેમ્પેઇન માટે અમિતાભ આવ્યા હતા ગુજરાત

અમિતાભ બચ્ચન ગુજરાત ટૂરિઝમના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કચ્છ, અંબાજી, અમદાવાદ જેવા ઘણા શહેરોના પ્રવાસન સ્થળને પ્રમોટ કરી ચૂક્યા છે. ભવનાથ સ્થિત ગુરૂ ગોરક્ષનાથ આશ્રમ ખાતે શેરનાથ બાપુની નિશ્રામાં ઘણો મોટો ભંડારો ચાલે છે. જૂનાગઢ અને ભવનાથ તળેટીમાં આવતા લોકો ગોરક્ષનાથ આશ્રમમાં દર્શન કરવાનું ચૂકતા નથી. કહેવાય છે કે અહીં છેલ્લા 60 થી 70 વર્ષોથી ભંડારો ચાલે છે. ભવનાથમાં આવેલા ગોરક્ષનાથ આશ્રમનાં ભંડાર ભાવિકો માટે ખુલ્લા મુકી દેવામાં આવ્યા છે. આશ્રમનાં મહંત શેરનાથજીની નિશ્રામાં અહીં 24 કલાક ભુખ્યાંને ભોજન મળે છે અને નિરાશ્રીતોને આશરો મળે છે.

કૌન બનેગા કરોડપતિના શૂટિંગમાં વ્યસ્ત હતા અમિતાભ બચ્ચન

હાલમાં, અમિતાભ બચ્ચન સોની ટીવીના ક્વિઝ રિયાલિટી શો કૌન બનેગા કરોડપતિ 14ના શૂટિંગમાં વ્યસ્ત છે. આ શૂટિંગના અવસર પર તે ઘણા લોકોને મળે છે. કોરોનાના કેસો ઘટ્યા બાદ શૂટિંગ માટે આપવામાં આવેલી કોરોના ગાઈડ લાઈન પણ હટાવી દેવામાં આવી છે. છેલ્લા બે વર્ષથી કેબીસીનું શૂટિંગ ઓડિયન્સ વગર થતું હતું. પરંતુ હવે આ શૂટિંગ ઓડિયન્સ સાથે શરૂ થઈ ગયું છે. આવી સ્થિતિમાં કોરોનાનો સરળતાથી સંપર્ક કરી શકાય છે. જો કે, અમિતાભ બચ્ચનને કોરોના કેવી રીતે થયો તે અંગે હજુ સુધી કોઈ પુષ્ટિ થઈ નથી.

أحدث أقدم