બંને કિડની ફેલ થઈ જતાં બહેને રક્ષાબંધન પૂર્વે એક કિડનીનું દાન આપી ભાઈને નવજીવન આપ્યું | As both the kidneys failed, the sister gave a new life to the brother by donating one kidney before Rakshabandhan

અમદાવાદ42 મિનિટ પહેલાલેખક: સમીર રાજપૂત

  • કૉપી લિંક
  • 20 વર્ષમાં સિવિલની કિડની હોસ્પિટલમાં 295 બહેનોએ ભાઈને કિડની આપી

રક્ષાબંધનને દિવસે ભાઇની રક્ષા માટે બહેન રાખડી બાંધતી હોય છે. પરંતુ, શહેરની એક કોર્પોરેટ હોસ્પિટલમાં રક્ષાબંધનના આગલા દિવસે કિડનીની બીમારીથી પીડાતા ભાઇને બચાવવા માટે બહેને પોતાની એક કિડનીનું દાન કરીને રક્ષા કવચ આપ્યું છે. મહિલાની સાથે સાસરિયાએ પણ પૂરતો સહયોગ આપતાં કિડની ટ્રાન્સપ્લાન્ટ શક્ય બન્યું હતું. સિવિલની કિડની હોસ્પિટલમાં 20 વર્ષમાં 295 બહેને કિડની દાન કરીને ભાઇને નવજીવન આપ્યું છે.

રાજસ્થાનના બાંસવાડામાં રહેતાં ડાહ્યાભાઇ સુથારના બનેવી સુરેશચંદ્રએ કહ્યું કે, મારા સાળાને ડિસેમ્બર-2021માં બાંસવાડા અને હિંમતનગરની હોસ્પિટલમાં તપાસ કરાવતા બંને કિડની ફેઇલ થયાનું નિદાન થયું હતું. મારી પત્ની આશાબેનનું બ્લડગ્રૂપ મેચ થતાં તેણે કિડની આપવાનું નક્કી કરતા મેં અને મારા પરિજનોએ સંમતિ દર્શાવી હતી. અમે ખાનગી હોસ્પિટલમાં કિડની ટ્રાન્સપ્લાન્ટ માટે ગયા ત્યારે ડોક્ટરે તપાસીને હૃદયના વાલ્વ ખુલી ગયા હોવાથી પ્રથમ તેની સારવાર બાદ કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવાનું જણાવ્યુંુ હતું.

નજીકના દિવસોમાં રક્ષાબંધન આવતી હોવાથી ભાઇ-બહેનના આ પવિત્ર તહેવારને યાદગાર બનાવવા અમે રક્ષાબંધનના આગલા દિવસે કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવવાનું નક્કી કર્યું હતું.

માતા-પિતા કે દીકરાનું બ્લડ ગ્રૂપ મેચ થયું ન હતું
નેફ્રોલોજિસ્ટ એન્ડ ટ્રાન્સપ્લાન્ટ ફિઝિશિયન ડો. હરેશ પટેલ જણાવે છે કે, દર્દી છેલ્લાં છ મહિનાથી ડાયાલિસિસ પર હતા, દર્દીના માતા-પિતા, ભાઈ કે દીકરા કોઇનું બ્લડગ્રૂપ મેચ થતું ન હતું. ડાયાલિસિસમાં દર્દીને શ્વાસ લેવામાં અને પગ-શરીર ખેંચાવાની પીડાદાયક સ્થિતિ જોઇને બહેને કિડની આપવાની તૈયારી બતાવી હતી. જેથી તેમના ટેસ્ટ કરતાં બંનેનું બ્લડગ્રૂપ મેચ થયુું હતું. ટ્રાન્સપ્લાન્ટ માટે બહેનના જરૂરી રિપોર્ટ કર્યા બાદ ફિટનેસ નક્કી કરવામાં ત્રણથી ચાર મહિના લાગ્યા હતા.

અન્ય સમાચારો પણ છે…

https://images.bhaskarassets.com/web2images/960/2022/08/10/orig_3_1660154667.jpg

أحدث أقدم