Header Ads

સાવધાન : ATMમાં ચીપના ઉપયોગથી નાણાની ચોરી કરનાર ગેંગ ઝડપાઇ, આવી હતી મોડસ ઓપરેન્ડી | Ahmedabad gang stole rupees using chips from ATMs Know Modus Operandi

ગુજરાતના (Gujarat)75 ATMના મશીનમાં નુકશાન કરીને નાણાં ચોરતી(Theft)ચૂકેલી ગેંગને સાયબર ક્રાઇમે(Cyber Crime) ઝડપી લીધી છે. આ ગેંગ ATM મશીનમાં એક ચિપ જેવા ડીવાઇઝનો ઉપયોગ કરીને નુકશાન કરતા હતા અને ATM માંથી પૈસા ઉપાડી લેતા હતા.

સાવધાન : ATMમાં ચીપના ઉપયોગથી નાણાની ચોરી કરનાર ગેંગ ઝડપાઇ, આવી હતી મોડસ ઓપરેન્ડી

Ahmedabad Cyber Crime Arrest ATM Theft Accused

ગુજરાતના (Gujarat)75 ATMના મશીનમાં નુકશાન કરીને નાણાં ચોરતી(Theft)ચૂકેલી ગેંગને સાયબર ક્રાઇમે(Cyber Crime) ઝડપી લીધી છે. આ ગેંગ ATM મશીનમાં એક ચિપ જેવા ડીવાઇઝનો ઉપયોગ કરીને નુકશાન કરતા હતા અને ATM માંથી પૈસા ઉપાડી લેતા હતા. સાયબર ક્રાઇમે ધરપકડ કરેલા આરોપી નું નામ રોહિતસિંગ, વિમલ પાલ, ધીરેન્દ્રકુમાર ઉર્ફે નાનુ પાલ છે. આ ત્રણેય આરોપીઓ મૂળ યુપીના છે. અને તેમનો મુખ્ય સાગરીત અશોકસિંગ છે. જે આરોપીઓની સાયબર ક્રાઇમે ધરપકડ કરી છે. જેમાં થોડા સમય પહેલા સાયબર ક્રાઇમને ફરિયાદ મળી હતી કે એટીએમ મશીનમાં બેંકના 19 ગ્રાહકોના 92 હજાર ઉપાડી લીધા હોવાનો મેસેજ આવ્યો છતાંય પૈસા નીકળ્યા નહોતા.જયારે તપાસ કરતા મશીનમાં નુકશાન થયું હોવાનું સામે આવ્યું હતું. જ્યારે સીસીટીવી તપાસતા 40 એટીએમમાંથી રૂપિયા 2.28 લાખનું નુકશાન થયું હતું અને 92 હજાર રૂપિયા રોકડા ચોરી થઈ હોવાનું સામે આવ્યું હતું.જેથી સાયબર ક્રાઇમે તપાસ દરમિયાન આ આંતર રાજ્ય ગેંગની ધરપકડ કરી સમગ્ર ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો.

એક ડિવાઇઝ લગાવી મશીનને નુકશાન પહોંચાડવામાં આવતું

આ આરોપીઓ દ્વારા પોતે બનાવેલ એક ડિવાઇઝ લગાવી મશીનને નુકશાન પહોંચાડવામાં આવતું.જે રૂપિયા ગ્રાહકના મશીનમાંથી નીકળવાના હોય તે આ આરોપીઓ મશીનની પાછલથી ડિવાઇસ દ્વારા ખેંચી લેતા હતા. જેમાં મુખ્ય આરોપી અશોક સિંગ એટીએમ માટેના ડીવાઇઝ આ આરોપીઓને પ્રોવાઇડ કરતો હતો.આ ડીવાઇઝ લગાવ્યા બાદ સર્વર ડાઉન કરવાનું કામ વિમલ કરતો હતો. વિમલ બીએસસીનો અભ્યાસ કરી ચુક્યો હોવાથી ટેક્નિકલ કામ તે કરતો હતો. જેમાં આરોપી ધીરેન્દ્ર કુમાર મશીન ક્યાં કેવી રીતે લગાવ્યા છે તેની રેકી કરવાનું કામ કરતો હતો. જેની બાદમાં એટીએમ મશીનમાંથી જ્યાંથી રૂપિયા બહાર આવે તે જગ્યાએ લાગેલ ગિયર, શટર એસેમ્બલી, પ્રેઝન્ટર મોડ્યુલને નુકશાન પહોંચાડી ચિપિયા વડે એટીએમમાં ફસાયેલા નાણાં બહાર કાઢી લેવાની મોડસ ઓપરેન્ડી આરોપીઓ ધરાવે છે.

ગુજરાતમાં 75 જ ATM સેન્ટર પર બે મહિનામાં જ ચોરી કરી

એસબીઆઈ બેંકની પણ એક બેદરકારી સામે આવી છે. આ આરોપીઓએ કબૂલાત કરી છે કે એસબીઆઈ ના એટીએમની બહાર કોઈ ગાર્ડ ન હોવાથી તેઓએ અનેક એટીએમ સેન્ટર ને ટાર્ગેટ કર્યા હતા.ગુજરાતમાં 75 જેટલા ATM સેન્ટર પર આરોપીઓએ માત્ર બે મહિનામાં જ ચોરી કરી હોવાનું સામે આવ્યું છે. આ ટ્રેનમાં આ ગેંગ આવતી અને બેંકને ટાર્ગેટ કરીને ફરાર થઇ જતી હતી. હદ તો ત્યારે થાય છે કે SBI બેંકમાં સિક્યુરિટી ગાર્ડ તો નથી પરંતુ ATM બંધ થઇ ગયા બાદ પણ SBI અધિકારીને જાણ થતી નથી.. આ ગેંગ બેકની બેદરકારીથી સફળ થતા હોવાનું સામે આવ્યું છે..

Powered by Blogger.