Banaskantha : પાલનપુરમાં ભારે વરસાદના પગલે વાહનચાલકો પરેશાન, જીરું ભરેલી ટ્રક ખાડામાં ઉતરી | Banaskantha Heavy rain in Palanpur leaves motorists disturbed truck falls into pit

પાલનપુરમાં(Palanpur) નેશનલ હાઈવે ઓથોરિટીની કચેરી સામે જ જીરૂ ભરેલી ટ્રક પલટી જતાં ટ્રકમાલિકને લાખો રૂપિયાનું નુક્સાન સહન કરવાનો વારો આવ્યો છે. ટ્રક પલટી જવાના કારણે અન્ય વાહનચાલકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો

ગુજરાતના(Gujarat)  બનાસકાંઠામાં(Banaskantha)  ધોધમાર વરસાદ પડ્યો છે. જેમાં પાલનપુરમાં(Palanpur) નેશનલ હાઈવે જ લોકો માટે મુશ્કેલીનો રસ્તો બની ગયો છે..એક તો ભારે વરસાદ અને ભ્રષ્ટાચારના રસ્તા પર પડેલા મોટા મોટા ખાડા પડ્યા છે. રાજ્યમાં ઠેર-ઠેર રસ્તાની ખરાબ હાલતના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.. તેવામાં આજે પાલનપુરમાં નેશનલ હાઈવે ઓથોરિટીની કચેરી સામે જ જીરૂ ભરેલી ટ્રક પલટી જતાં ટ્રકમાલિકને લાખો રૂપિયાનું નુક્સાન સહન કરવાનો વારો આવ્યો છે. ટ્રક પલટી જવાના કારણે અન્ય વાહનચાલકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. આ લોકોએ આક્ષેપ કર્યો કે નેશનલ હાઇવે ઓથોરિટીની બેદરકારીના કારણે 4 કિલોમીટર સુધી હાઈવે ઉપર ખાડા પડી ગયા છે. તેમ છતાં કોઈ ઉકેલ લાવવામાં નથી આવતો.

ભારે વરસાદના પગલે અનેક વિસ્તારો પાણી-પાણી થઇ ગયા. ભિલડી અને દિયોદરમાં તો જાણે રસ્તા પર જ નદી વહેવા લાગી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા.તો ધાનેરા, અમિરગઢ, ડીસા અને દાંતીવાડામાં પણ વરસાદના કારણે પાણી ભરાઇ ગયા હતા. બનાસકાંઠાના દિયોદરમાં ભારે વરસાદને કારણે સોની ગામને જોડતા બે રોડ બંધ થયા છે..સોનીથી જસાણી, ખીમણા રોડ પર મોટા પાયે પાણી ફરી વળ્યા. આ ઉપરાંત સોનીથી રતનપુર ભીલડી રોડ પર પણ પાણીનો ભરાવો થયો. આ બંને રોડ પર 2 થી 3 ફૂટ જેટલા પાણી ભરાયા છે. જેના કારણે રોડ પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. ભારે વરસાદને કારણે સોની ગામના ખેતરો પણ બેટમાં ફેરવાઇ ગયા છે.

أحدث أقدم