પાઇપ ખરીદીના કૌભાંડનો મુદ્દો ઉઠાવનાર બીસીએના સહ મંત્રી પરાગ પટેલ સસ્પેન્ડ | BCA Joint Minister Parag Patel suspended for raising issue of pipe procurement scam

વડોદરા27 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • બરોડા ક્રિકેટ એસોસિયેશનની એપેક્ષ કમિટીની બેઠક શરૂ થતાંની સાથે જ વિવાદ
  • પરાગ પટેલ સામે લોકપાલને કેમ રજૂઆત કરી તે સહિતના 3 આરોપ મુકાયા

બરોડા ક્રિકેટ એસોસીયેશનની એપેક્ષ કમિટિની બેઠકની શરૂઆત વિવાદ સાથે થઇ હતી,વિવિધ આરોપો હેઠળ બીસીએના બોલકાં જો. સેક્રેટરી પરાગ પટેલને સસ્પેન્ડ કરી તેમની સામે તપાસ કમિટિને સોંપવાનો નિર્ણય લેવાયો હતો પરાગ પટેલને સસ્પેન્ડ કરવા મુદે ચર્ચા શરૂ થઇ હતી.જેમાં ત્રણ મુદા ટાંકવામાં આવ્યા હતા.જેના આધારે એપેક્ષ કમિટિએ પરાગ પટેલને સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવાયો હતો.ત્યારબાદ પરાગ પટેલ બેઠક છોડી ચાલ્યા હતા.

પરાગ પટેલ સામે ત્રણ આરોપો મુકાયા હતા.ટ્રેઝરર સામે કેમ આરોપ મુકયો? તેમને સીધા મેઇલ કરવાની શી જરૂર?,બીજો આરોપ એવો છે કે ‘ પરાગ પટેલે બીસીએ લોકપાલને કેમ રજૂઆત કરી? ત્રીજો આરોપ એ હતો કે ત્રણ ફીમેલ કર્મચારી સાથે તેમણે ગેરવર્તન કર્યું હતું.

110ની જગ્યાએ 90 MMની પાઈપ નાખી હતી
જોઇન્ટ સેક્રેટરી પરાગ પટેલે સ્ટેડિયમમાં જઇ નીરીક્ષણ કર્યું હતું.એક સ્થળે કોન્ટ્રાકટરે 110ના બદલે 90 એમએમની પાઈપ નાંખી હોવાનું જણાયું હતું.પરાગ પટેલનું કહેવું હતું કે ‘ મંજૂર કરાયેલી પાઈપના બદલે બીજા માપની પાઈપ નાંખે તો કામ કેવું થતું થશે.

યુવતીએ કહ્યું કે, મેં બીજી કોઇ ફરિયાદ જ નથી કરી
પરાગ પટેલે યુવતીને કહ્યું હતું કે ‘ જો મારાથી ગેરવર્તન થયું હોય તો દિલગીર છું.એક યુવતીએ કહ્યું હતું કે ‘ મેં તો માત્ર એટલું કહ્યું હતું કે ‘ લેલે સાથે કામ કરવું ગમે છે. બીજી કોઈ ફરિયાદ કરી નથી.

પટેલે કહ્યું, સાચી વાત કહેવાનો મેં ગુનો કર્યો
કમિટિએ સસ્પેન્ડનો નિર્ણય લીધા પછી પરાગ પટેલે કહ્યું હતું કે‘ મને એવું લાગે છે કે સાચી વાત કહેવાનો મેં ગુનો કર્યો છે ‘ ત્યારબાદ ‘કયો સહી બાત કહી કાહેના કુછ ઓર કહા‘ કહી બેઠક છોડી ગયા હતા

અન્ય સમાચારો પણ છે…
أحدث أقدم