Sunday, August 14, 2022

ભરુચના ઇલાવ ગામે હાઈસ્કૂલના વિદ્યાર્થીઓએ તિરંગા યાત્રા યોજી, વાલિયામાં પોલીસ તિરંગાના રંગમાં રંગાઇ | Bharuch's Elaw village high school students held tricolor yatra, police in Walia painted in tricolor

ભરૂચ15 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • તિરંગા યાત્રા ગામના વિવિધ વિસ્તારોમાં ફરી

ભારત દેશ સ્વતંત્રતાના 75માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યો છે. જે અંતર્ગત કેન્દ્ર સરકાર દ્વારા આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે. ત્યારે ભરુચના હાંસોટ તાલુકાનાં ઇલાવ ગામની આર.કે.વકીલ હાઈસ્કૂલ દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આર.કે.વકીલ હાઈસ્કૂલ ખાતેથી હાંસોટ તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ જયેશ પટેલે તિરંગા યાત્રાનું પ્રસ્થાન કરાવ્યુ હતું. જે ગામના વિવિધ વિસ્તારોમાં ફરી હતી. ગ્રામજનોમાં રાષ્ટ્રભાવના જાગૃત થાય એ હેતુથી યોજાયેલ તિરંગા યાત્રામાં શાળા વિદ્યાર્થીઓ અને ગ્રામજનો હાથમાં તિરંગો લઈ મોટી સંખ્યામાં જોડાયા હતા. જેના પગલે દેશભક્તિનો માહોલ જોવા મળ્યો હતો. યાત્રામાં આર.કે.વકીલ હાઈસ્કૂલના આચાર્ય ધર્મેશ જોશી, ગામના આગેવાન હિમાંશુ પટેલ, મહાદેવભાઈ પટેલ, મહાવીર મહેતા, કેરસીભાઈ ઇલાવ્યા તેમજ શાળાના શિક્ષકો પણ જોડાયા હતા.

પોલીસ, હોમગાર્ડ યુનિટ દ્વારા તિરંગા યાત્રાનું આયોજન
વાલિયા ખાતે એસ.આર.પી.ગ્રુપ-10 અને વાલિયા પોલીસ, હોમગાર્ડ યુનિટ દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરાયું હતું. 75મા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેના ભાગરૂપે વાલિયા ખાતે એસ.આર.પી.ગ્રુપ-10 અને વાલિયા પોલીસ દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરાયું હતું. જે તિરંગા યાત્રા એપીએમસી ખાતેથી નીકળી વિવિધ વિસ્તારમાં ફરી હતી. આ તિરંગા યાત્રાએ લોકોમાં આકર્ષણ જન્માવ્યું હતું. જ્યારે હોમગાર્ડ યુનિટ વાલિયા દ્વારા પ્રભાત જીન ખાતેથી તિરંગા પદયાત્રા યોજી હતી. જે યાત્રા વિવિધ વિસ્તારોમાં ફરી જન જાગૃતિ ફેલાવી હતી. આ તિરંગા યાત્રામાં એસ.આર.પી.ગ્રુપ-10ના ડીવાયએસપી બી.એચ.બારા,વાલિયા પોલીસ મથકના પી.એસ.આઈ.બી.આર.પટેલ અને જવાનો તેમજ હોમગાર્ડ યુનિટના જવાનો જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: