ભાવનગરના યુવા કાર્યકર્તા સુરેશ માંગુકિયાને દિલ્હી ખાતે ’ભારત સેવક સમાજ’ દ્વારા 'કર્મશ્રી' એવોર્ડ એનાયત | Bhavnagar youth activist Suresh Mangekia awarded 'Karmashree' award by 'Bharat Sevak Samaj' in Delhi

ભાવનગર40 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • યુવાઓને આત્મનિર્ભર બનાવવાના વિઝન સાથે માંગુકિયા જોડાયેલા છે

સામાજિક ઉત્થાન અને સેવા હેતુ કાર્યરત ’ભારત સેવક સમાજ’ દ્વારા ભાવનગરના યુવા કાર્યકર્તા સુરેશ માંગુકિયાને રાજધાની દિલ્લી ખાતે ‘કર્મશ્રી’ થી સન્માન એનાયત થયેલ છે.

સામાજિક ઉત્થાન અને સેવા હેતુ સ્થપાયેલ
લગભગ સાત દાયકા અગાઉ સ્વતંત્રતા બાદ દેશમાં સામાજિક ઉત્થાન અને સેવા હેતુ સ્થપાયેલ ’ભારત સેવક સમાજ’ દ્વારા વિવિધ સાંસ્કૃતિક વારસાની જાળવણી સાથે સામાજિક કામગીરીના આયોજનો કરવામાં આવે છે. આ સંસ્થાના સ્થાપના દિવસે રાજધાની દિલ્લી ખાતે સામાજિક કાર્યકર્તાઓનો સન્માન સમારોહ યોજાયો હતો જેમાં સુરેશ માંગુકિયાને આ સન્માન આપવામાં આવ્યું હતું.

શૈક્ષણિક અને સામાજિક પ્રવૃત્તિ અને યોગદાન સંદર્ભે
ગુજરાતમાંથી ભાવનગરના યુવા કાર્યકર્તા સુરેશ માંગુકિયાને તેમની શૈક્ષણિક અને સામાજિક પ્રવૃત્તિ અને યોગદાન સંદર્ભે ભારત સરકારના કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રાલયના સચિવ રાજેશ અગ્રવાલ સાથે અનિલ સહસ્ત્રબુદ્ધે, મહંમદ હસન તથા સંજય શિવનાની વગેરેની ઉપસ્થિતિમાં ‘કર્મશ્રી’ પદક સન્માન એનાયત થયું છે.

યુવાનોને આત્મનિર્ભર બનાવવા​​​​​​​
સન્માનિત સુરેશ માંગુકિયા મુખ્યત્વે શૈક્ષણિક સંસ્થા સંચાલન દ્વારા રોજગારલક્ષી અભ્યાસક્રમ દ્વારા યુવાનોને આત્મનિર્ભર બનાવવાં સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ’આત્મનિર્ભર ભારત’ બનાવવાના વિઝન સાથે સક્રિય રીતે જોડાયેલાં રહ્યાં છે. યુવા કાર્યકર્તા સુરેશ માંગુકિયાના આ સન્માનથી ભાવનગરની યશકલગીમાં વધુ એકનો ઉમેરો થયો છે.

અન્ય સમાચારો પણ છે…