BJP નેતાને TMCએ પત્ર લખી શા માટે કહ્યુ મતદાન ન કરશો?

  • સુદીપ બંદોપાધ્યાયે શુભેન્દુ અધિકારીના પિતા શિશિર અધિકારીને પત્ર મોકલ્યો
  • શિશિર અધિકારીને મોકલેલા પત્રની નકલ પણ સ્પીકરને મોકલવામાં આવી
  • લોકસભા-રાજ્યસભાના બંને ગૃહોના સંસદીય દળના સભ્યો મતદાનથી દૂર રહેશે

દેશના આગામી ઉપરાષ્ટ્રપતિ કોણ હશે તેના માટે ચૂંટણી થઈ રહી છે. ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન ચાલી રહ્યું છે, ત્યારે હવે લોકસભામાં તૃણમૂલ કોંગ્રેસના સંસદીય દળના નેતા સુદી બંદોપાધ્યાયનો પત્ર સામે આવ્યો છે. સુદીપ બંદોપાધ્યાયે પશ્ચિમ બંગાળ વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા શુભેન્દુ અધિકારીના સાંસદ પિતાને પત્ર લખ્યો છે.

લોકસભામાં TMC સંસદીય દળના નેતા સુદીપ બંદોપાધ્યાયે શુભેન્દુ અધિકારીના પિતા શિશિર અધિકારીને પત્ર મોકલ્યો છે. શિશિર અધિકારી દ્વારા મોકલવામાં આવેલા આ પત્રમાં સુદીપ બંદોપાધ્યાયે જણાવ્યું છે કે લોકસભા અને રાજ્યસભાના બંને ગૃહોના સંસદીય દળના સભ્યોએ ઉપરાષ્ટ્રપતિની પસંદગી માટે મતદાનથી દૂર રહેવાનો નિર્ણય લીધો છે.

તેમણે પોતાના પત્રમાં એમ પણ કહ્યું છે કે આ નિર્ણય અનુસાર અમે 6 ઓગસ્ટે મતદાનથી દૂર રહીશું. આ પત્ર સુદીપ બંદોપાધ્યાય વતી શિશિર અધિકારીને 4 ઓગસ્ટે મોકલવામાં આવ્યો હતો, જે હવે સામે આવ્યો છે. લોકસભામાં ટીએમસી સંસદીય દળના નેતા સુદીપ બંદોપાધ્યાયે શિશિર અધિકારીને મોકલેલા પત્રની નકલ પણ સ્પીકરને મોકલી છે.

ઉલ્લેખનીય છે કે શિશિર અધિકારી 2019ની લોકસભા ચૂંટણીમાં ટીએમસીની ટિકિટ પર સાંસદ તરીકે ચૂંટાયા હતા. પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણી પહેલા જ, સાંસદ શિશિર અધિકારીના પુત્ર શુભેન્દુ અધિકારીએ મુખ્યમંત્રી મમતા બેનર્જીના નેતૃત્વવાળી સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે રાજીનામું આપી દીધું હતું અને ભાજપમાં જોડાયા હતા.

શુભેન્દુ અધિકારીએ ટીએમસી છોડ્યા બાદ શિશિર અધિકારી પણ 2021ની વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપમાં જોડાયા હતા. શિશિર અધિકારી ભાજપમાં જોડાયા હતા પરંતુ લોકસભાના સભ્યપદેથી રાજીનામું આપ્યું ન હતું. ટીએમસી સંસદીય દળના નેતાએ હવે શિશિર અધિકારીને ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન કરવાથી દૂર રહેવા માટે પત્ર મોકલ્યો છે.

أحدث أقدم