હાર્દિક પંડ્યાના ફોર્મને લઇ ચિંતિત ઝિમ્બાબ્વેના કોચે આપ્યું મોટું નિવેદન

featured image

[og_img]

  • ભારત-ઝિમ્બાબ્વે વચ્ચે 18 ઓગસ્ટથી પ્રથમ મુકાબલો
  • હાર્દિકના ફોર્મ અને ફિટનેસે ઝિમ્બાબ્વેના કોચની વધારી ચિંતા
  • પંડ્યાના ટીમમાં હોવાથી અલગ જ ઉત્સાહ: લાન્સ ક્લુઝનરનર

ભારત-ઝિમ્બાબ્વે પ્રવાસ 18 ઓગસ્ટથી શરૂ થવાનો છે જેમાં બંને વચ્ચે ત્રણ મેચની વનડે શ્રેણી રમાશે. એશિયા કપની દ્રષ્ટિએ ભારતનો આ પ્રવાસ ઘણો મહત્વનો રહેશે. ભારતના ઘણા ખેલાડીઓનું આ સિરીઝમાં પરીક્ષણ કરવામાં આવશે. આ પ્રવાસ પહેલા ઝિમ્બાબ્વેના કોચ લાન્સ ક્લુઝનરે હાર્દિક પંડ્યા પર મોટું નિવેદન આપ્યું છે. પોતાના જમાનાના મજબૂત ઓલરાઉન્ડર સાઉથ આફ્રિકાના ક્લુઝનરનું માનવું છે કે પંડ્યા ટીમ ઈન્ડિયામાં એક અલગ અસર લાવે છે.

પંડ્યા એક્સ ફેક્ટર છે

એક પ્રશ્નના જવાબમાં લાન્સ ક્લુઝરે કહ્યું હતું કે, ‘હાર્દિક પંડ્યા જેવો ઝડપી બોલિંગ ઓલરાઉન્ડર છે જે સફેદ બોલના ફોર્મેટમાં કોઈપણ ટીમને અલગ તાકાત આપે છે. ફિટનેસ પાછી મેળવ્યા બાદ પંડ્યાની ફોર્મમાં વાપસી ખરેખર પ્રશંસનીય છે. જ્યારે હાર્દિક પંડ્યા ફુલ ફોર્મમાં હોય છે ત્યારે ભારતીય ટીમ થોડી અલગ જ દેખાઈ છે. ક્લુઝનરે ભારત સામેની શ્રેણીને ઘણી જ મહત્વની ગણાવી હતી. તેના મતે ફેન્સ આ સિરીઝની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ભારત જેવી ટોચની ટીમ સામે ઝિમ્બાબ્વે જેવી ટીમને ઘણો બોધપાઠ મળશે.

ઝિમ્બાબ્વેએ બાંગ્લાદેશને હરાવ્યું

ભારત સામેની શ્રેણી પહેલા ઝિમ્બાબ્વે ખૂબ જ ઉત્સાહમાં છે. તેણે બાંગ્લાદેશને તેના ઘરે T20 અને ODI બંને શ્રેણીમાં હરાવ્યું છે. કેપ્ટન ક્રેગ ઈરવિન, ઓલરાઉન્ડર સીન વિલિયમ્સ અને ફાસ્ટ બોલર બ્લેસિંગ વિના ટીમની આવી રમત ખરેખર પ્રશંસનીય છે.

હાર્દિક-લાન્સ ક્લુઝનર વચ્ચે સમાનતા

હાર્દિક પંડ્યા અને લાન્સ ક્લુઝનરમાં ઘણી સામ્યતા છે. બંને પોતપોતાના યુગના મજબૂત ખેલાડી છે. લાન્સ ક્લુઝનરની જેમ હાર્દિક પંડ્યા પણ ફાસ્ટ બોલિંગની સાથે મોટા શોટ ફટકારવામાં સક્ષમ છે.

ભારતીય ટીમ:

કેએલ રાહુલ (કેપ્ટન), શિખર ધવન (વાઈસ કેપ્ટન), ઋતુરાજ ગાયકવાડ, શુભમન ગિલ, દીપક હુડા, રાહુલ ત્રિપાઠી, ઈશાન કિશન (વિકેટકીપર), સંજુ સેમસન (વિકેટકીપર), શાહબાઝ અહેમદ, શાર્દુલ ઠાકુર, કુલદીપ યાદવ, અક્ષર પટેલ, આવેશ ખાન, પ્રસિદ્ધ ક્રિષ્ના, મોહમ્મદ સિરાજ, દીપક ચાહર.

ઝિમ્બાબ્વેની ટીમ:

રાયન બર્લે, રેગિસ ચકબવા (કેપ્ટન), તનાકા ચિવાંગા, બ્રેડલી ઇવાન્સ, લ્યુક જોંગવે, ઇનોસન્ટ કાયા, ટાકુડ્ઝવાનાશે કેટેનો, ક્લાઇવ મડાન્ડે, વેસ્લી માધવેરે, તાદીવાનાશે મારુમાની, જ્હોન મસારા, ટોની મુન્યોન્ગ્વા, વિક્ટોર, વિક્ટોર, વિક્ટોર, વિક્ટોર ડોનાલ્ડ તિરિપાનો.

أحدث أقدم