રાહુલ ગાંધીના પ્રહારોનો ભાજપે આપ્યો જવાબ- ઇમરજન્સીનો ઉલ્લેખ કર્યો

  • મોંઘવારી અને બેરોજગારીને લઇ કોંગ્રેસનું દેશભરમાં વિરોધ પ્રદર્શન
  • રાહુલ ગાંધીએ મોદી સરકાર પર જોરદાર નિશાન સાંધ્યું
  • રાહુલ ગાંધીનો જવાબ ભાજપ તરફથી રવિશંકર પ્રસાદે આપ્યો

મોંઘવારી અને બેરોજગારીને લઈને કોંગ્રેસ દેશભરમાં વિરોધ પ્રદર્શન કરી રહી છે. આ દરમિયાન કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સ કરીને મોદી સરકાર પર જોરદાર નિશાન સાધ્યું હતું. જેમાં તેમણે કહ્યું કે લોકશાહીનો નાશ થયો છે. જે અવાજ ઉઠાવે છે તેની પાછળ ED લગાવવામાં આવે છે. રાહુલના આ પ્રહારોનો જવાબ આપવા માટે બીજેપી તરફથી રવિશંકર પ્રસાદ આગળ આવ્યા. જેમાં તેમણે કોંગ્રેસને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો.

ઇમરજન્સીનો ઉલ્લેખ

રવિશંકર પ્રસાદે ઈમરજન્સીનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે રાહુલ ગાંધીના દાદીએ મીડિયા પર પ્રતિબંધ મૂક્યો હતો. આ લોકો આપણને લોકશાહીની સલાહ આપે છે. રાહુલ ગાંધીજી કૃપા કરીને એક પ્રશ્નનો જવાબ આપો શું તમારી પાર્ટીમાં લોકશાહી છે? કોંગ્રેસમાં સારા નેતાઓ છે, પરંતુ સોનિયા જી, રાહુલ જી અને પ્રિયંકાજીની પોતાની પાર્ટી છે. જ્યારે લોકોએ તમને નકાર્યા છે તો તેના માટે અમે ક્યાં જવાબદાર છીએ.

બીજેપી નેતાએ કહ્યું કે 2019માં તેમણે આપણા પીએમ માટે શું નથી કહ્યું. પરંતુ દેશે તેમને હરાવ્યા. તમારી બહેન યુપીમાં ગયા પણ જનતાએ તમને એક પણ સીટ ના આપી. તેમણે વધુમાં કહ્યું કે આજે સંરક્ષણ સોદામાં કોઈ કટ થતો નથી. વચેટિયાઓનો રસ્તો બંધ છે.

રવિશંકર પ્રસાદે કહ્યું કે, રાહુલ ગાંધી કહે છે કે તેઓ હંમેશા સાચું બોલે છે. પરંતુ અમે પૂછવા માંગીએ છીએ કે તેઓ શા માટે જામીન પર ચાલી રહ્યા છે. આજે દેશને એ જણાવવાની જરૂર છે કે નેશનલ હેરાલ્ડનો મામલો શું છે. આ સમગ્ર મામલો અમારી સરકાર આવ્યા પહેલાનો છે. તેમાં છેતરપિંડી અને ષડયંત્રના આરોપો છે.

હવે દેશની આલોચના કરી રહ્યા છે રાહુલ ગાંધી: ભાજપ

ભાજપના નેતા પ્રસાદે કહ્યું કે રાહુલ ગાંધી હવે દેશની ટીકા કરી રહ્યા છે. તેઓ પોતાના રાજકીય સ્વાર્થ અને ભ્રષ્ટાચારથી બચવા દેશની સંસ્થાઓને બદનામ કરી રહ્યા છે. રાહુલ ગાંધી સંસ્થાઓની વાત કરે છે કહો કે જ્યારે કોરોના દરમિયાન આખો દેશ એક હતો ત્યારે તમે કેટલી મજાક કરી હતી. રસીની પણ મજાક ઉડાવવામાં આવી હતી.

ભાજપ નેતાએ કલમ 370નો પણ ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે આજે કલમ 370 નાબૂદ કરવામાં આવી છે. આજે કાશ્મીરમાં તિરંગો લહેરાયો છે અને જયઘોષ થઈ રહ્યા છે. આ લોકો હિટલરની વાત કરે છે. પરંતુ આ આખા દેશે ઈમરજન્સી સમયે સરમુખત્યારશાહી જોઈ છે.

أحدث أقدم