No results found

    અમરેલીમાં સેંકડો મહિલાઓએ ધામા નાખી જિલ્લા કલેક્ટર કચેરીનો ઘેરાવ કર્યો

    [og_img]

    • પગાર મુદ્દે આંગણવાડી મહિલાઓનું સામૂહિકતામાં શક્તિ પ્રદર્શન
    • અમરેલી કલેક્ટર કચેરી ફરતે કડક પોલીસ બંદોબસ્ત ગોઠવાયો
    • અગામી દિવસોમાં જલદ કાર્યક્રમો આપવાની આંગણવાડી બહેનોની ચીમકી

    પગાર વધારો સહિતના વિવિધ પ્રશ્નો બાબતે અનેક વખત રજૂઆતો કરવામાં આવી હોવા છતા નિરાકરણ નહીં આવતા આંગણવાડીની સેંકડો મહિલાઓ દ્વારા અમરેલી કલેક્ટર કચેરી ફરતે શાંતિપુર્વક ઘેરાવ કરાયો હતો અને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવી હતી.

    અમરેલી જિલ્લામાં આંગણવાડીમાં સંચાલક અને હેલ્પર તરીકે ફરજ બજાવતી મહિલાઓને ખૂબ જ ઓછું વેતન આપવાં આવે છે કે લઘુતમ માનદ વેતન કરતા પણ ઓછું છે. જ્યારે અન્ય રાજ્યોમાં આ જ કામગીરી માટે મહિલાઓને વધારે વેતન અપાય છે પણ ગુજરાતમાં શોષણ થઈ રહ્યું છે. હાલમાં રુ. 7800 મળે છે તેમાં વધારો કરીને રુ. 12 હજાર આપવા માગણી કરાઈ છે. આંગણવાડી મહિલાઓને અગાઉ ફોન અપાયા હતા પણ તે ચાલતા જ નથી જેથી સારી ક્વોલીટીના ફોન આપવાની માગણી કરાઈ છે. નિવૃત્તિ મર્યાદા 58 વર્ષથી વધારીને 60 સુધી કરવા, ગ્રેચ્યુટીની રકમ તાકીદે ચૂકવવા સહિતના કુલ 16 પ્રશ્નો બાબતે આંગણવાડી મહિલાઓ દ્વારા અમરેલીના કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવી હતી.

    આ મુદ્દે સમગ્ર અમરેલી જિલ્લાના ગામે ગામથી આંગણવાડીની મહિલાઓ અમરેલી કલેક્ટર કચેરીની બહાર એકત્રિત થઈ હતી અને રેલી રુપે કચેરીએ પહોચ્યા બાદ સામૂહિક રીતે કચેરી ફરતે ઘેરાવ કરવામાં આવ્યો હતો અને શાંતિપૂર્વક બેસીને ઘેરાવ કરાયો હતો તેમ છતા પણ કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ દ્વારા કડક બંદોબસ્ત જાળવવામાં આવ્યો હતો.

    Post a Comment

    Previous Next

    نموذج الاتصال