વરસાદી સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં વરસાદની સંભાવના

હવામાન વિભાગે રાજ્યમાં ભારે વરસાદ પડવાની આગાહી છે. જેમાં રાજ્યમાં 5 દિવસ સાર્વત્રિક વરસાદ રહેશે તથા દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની સંભાવના છે. તો આરબીઆઈએ ધારણા પ્રમાણે જ રેપોરેટમાં 0.50 ટકાનો વધારો કરતા લોન લેનારને ફટકો પડશે. તો બીજીબાજુ કોંગ્રેસ દ્વારા દેશભરમાં મોંઘવારી મુદ્દે વિરોધ પ્રદર્શન થઇ રહ્યું છે સહિતના અત્યાર સુધીના અગત્યના સમાચાર

વધુ વાંચો: ગુજરાત લમ્પી વાયરસનો કહેર, વિવિધ શહેરોમાં ટપોટપ મરી રહ્યાં છે પશુ

સૌરાષ્ટ્રમાં લમ્પી વાયરસનો કહેર જોવા મળ્યો છે. જેમાં 24 કલાકમાં વધુ 1154 કેસ નોંધાયા છે. તથા અત્યાર સુધી લમ્પી વાયરસથી 43 પશુઓના મોત થયા છે. તેમજ રાજકોટમાં લમ્પી વાયરસના 241 કેસ છે. તથા મોરબીમાં 190 કેસ અને જામનગરમાં 249 કેસ સાથે દ્વારકામાં 356 અને પોરબંદરમાં 60 કેસ તથા જુનાગઢમાં 22 અને અમરેલીમાં 36 કેસ છે.

વધુ વાંચો: હવામાન વિભાગની રાજ્યમાં ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગની રાજ્યમાં ભારે વરસાદની આગાહી છે. જેમાં રાજ્યમાં 5 દિવસ સાર્વત્રિક વરસાદ રહેશે. તથા દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની સંભાવના છે. તેમજ વરસાદી સિસ્ટમ સક્રિય થતા વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમાં અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ભારે વરસાદની આગાહી છે.

વધુ વાંચો: સાબરકાંઠાના ગાંભોઈમાં બાળકીને જીવતી દાટવાના કેસમાં હેવાન માત-પિતા ઝડપાયા

સાબરકાંઠાના ગાંભોઈમાં બાળકીને જીવતી દાટવાના કેસમાં ચોંકાવાનાર ખુલાસા થયા છે. જેમાં માતા-પિતાની ગાંભોઈ પોલીસ સ્ટેશને પૂછપરછ હાથ ધરાઈ છે. તેમાં ડીવાયએસપી, પીઆઈ, એલસીબીએ પૂછપરછ હાથ ધરી છે. જેમાં શંકાસ્પદ માતા-પિતાએ કેટલાક ખુલાસા કર્યા છે.

વધુ વાંચો: કાશ્મીરમાંથી કલમ 370 હટ્યા બાદ કેટલો ફેરફાર થયો? આ રહ્યો રિપોર્ટ

જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ થયાને આજે ત્રણ વર્ષ પૂરા થયા છે. કલમ 370 હટાવ્યા બાદ આતંકવાદી ઘટનાઓમાં ઘટાડો થયો છે. આ સાથે કાયદો અને વ્યવસ્થાની ઘટનામાં કોઈ નાગરિક કે જવાનનું મોત થયું નથી. આતંકવાદી ઘટનાઓમાં સામાન્ય લોકોના મૃત્યુની સંખ્યામાં પણ ઘટાડો થયો છે.

વધુ વાંચો: રાહુલ ગાંધીના પ્રહારોનો ભાજપે આપ્યો જવાબ- ઇમરજન્સીનો ઉલ્લેખ કર્યો

મોંઘવારી અને બેરોજગારીને લઈને કોંગ્રેસ દેશભરમાં વિરોધ પ્રદર્શન કરી રહી છે. આ દરમિયાન કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સ કરીને મોદી સરકાર પર જોરદાર નિશાન સાધ્યું હતું. જેમાં તેમણે કહ્યું કે લોકશાહીનો નાશ થયો છે. જે અવાજ ઉઠાવે છે તેની પાછળ ED લગાવવામાં આવે છે. રાહુલના આ પ્રહારોનો જવાબ આપવા માટે બીજેપી તરફથી રવિશંકર પ્રસાદ આગળ આવ્યા. જેમાં તેમણે કોંગ્રેસને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો.

વધુ વાંચો: તાઇવાન પર ચીનની ધમકીનો જયશંકરે ‘મનમોહન નીતિ’થી આપ્યો જડબાતોડ જવાબ

વન ચાઈના નીતિ અંગે ધમકી આપનારા ચીનને ભારતે મૌન ધારણ કરીને જડબાતોડ જવાબ આપ્યો છે. ચીનના દેવાથી ડૂબેલા પાકિસ્તાન, શ્રીલંકા અને બાંગ્લાદેશ જેવા દેશોએ તાઈવાન સંકટ પછી ‘વન ચાઈના પોલિસી’નું ખુલ્લેઆમ સમર્થન કર્યું છે, જ્યારે ભારતે આ સમગ્ર મામલે કોઈ નિવેદન આપ્યું નથી.

વધુ વાંચો: અમેરિકાના સ્પીકરે ટોક્યોમાં તાઇવાન મુદ્દે ચીનને આડે હાથ લીધુ

નેન્સી પેલોસી અને કોંગ્રેસના અન્ય પાંચ સભ્યો સિંગાપોર, મલેશિયા, તાઈવાન અને દક્ષિણ કોરિયાના પ્રવાસ બાદ ગુરુવારે મોડી રાત્રે ટોક્યો પહોંચ્યા હતા. અહીં પહોંચતાની સાથે જ તેઓ જાપાનના વડાપ્રધાનને મળ્યા.

વધુ વાંચો: યુએસમાં આરોગ્ય કટોકટી જાહેર કરી, મંકીપોક્સના કેસ વધતા લેવાયો નિર્ણય

યુનાઇટેડ સ્ટેટ્સે ગુરુવારે મંકીપોક્સને જાહેર આરોગ્ય કટોકટી જાહેર કરી, જેનાથી આ રોગ સામેની લડતમાં ફંડ અને ડેટા એકત્ર કરવા અને વધારાના કર્મચારીઓને તૈનાત કરી શકાય. આરોગ્ય અને માનવ સેવા સચિવ જેવિયર બેસેરાએ કહ્યું કે, અમે આ વાયરસ સામેની લડાઈને આગલા સ્તર પર લઈ જવા માટે તૈયાર છીએ. અમે દરેક અમેરિકનને મંકીપોક્સને ગંભીરતાથી લેવા અને વાયરસ સામે લડવામાં મદદ કરવાની જવાબદારી લેવા વિનંતી કરીએ છીએ.

વધુ વાંચો: RBIના નિર્ણયથી જાણો તમારા હોમલોનનો EMI કેટલો વધશે?

મોનેટરી પોલિસી કમિટીની બેઠક બાદ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (RBI)એ રેપો રેટમાં 0.50 ટકાનો વધારો કરવાની જાહેરાત કરી છે ત્યારબાદ રેપો રેટ 4.90 ટકાથી વધીને 5.40 ટકા થઈ જશે. આરબીઆઈના આ નિર્ણય બાદ સરકારથી લઈને પ્રાઈવેટ બેંકો અને હાઉસિંગ ફાઈનાન્સ કંપનીઓ હોમ લોનના વ્યાજદરમાં વધારો કરશે, ત્યારબાદ તમારી EMI મોંઘી થઈ જશે

વધુ વાંચો: દુનિયામાં વાગ્યો ભારતનો ડંકો, સુધીરે ગોલ્ડ મેડલ જીતી રચ્યો ઇતિહાસ

ભારતના સુધીરે ગુરુવારે બર્મિંગહામ કોમનવેલ્થ ગેમ્સની પેરા પાવરલિફ્ટિંગ ઈવેન્ટની મેન્સ હેવીવેઈટ ફાઇનલમાં રેકોર્ડબ્રેક પ્રદર્શન સાથે ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો હતો. સુધીર કોમનવેલ્થ ગેમ્સની પેરા પાવરલિફ્ટિંગ (કોમનવેલ્થ ગેમ્સમાં ભારત) ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ ભારતીય ખેલાડી છે. તેણે બીજા પ્રયાસમાં 134.5ના રેકોર્ડ સ્કોર સાથે 212 કિલો વજન ઉઠાવીને ગોલ્ડ મેડલ જીત્યો. જોકે, સુધીર તેના છેલ્લા પ્રયાસમાં 217 કિલો વજન ઉપાડવામાં નિષ્ફળ ગયો.

વધુ વાંચો: રમતનું મેદાન બન્યું યુદ્ધનું મેદાન, ખેલાડીઓ વચ્ચે થઇ છૂટા હાથની મારામારી

કોમનવેલ્થ ગેમ્સમાં ગુરુવારે ઈંગ્લેન્ડ અને કેનેડા વચ્ચે મેન્સ હોકી મેચ રમાઈ હતી. મેચ હોકીની હતી, પરંતુ દર્શકોને તેમાં કુસ્તી જોવા મળી. જ્યારે ઈંગ્લેન્ડ અને કેનેડાના ખેલાડીઓ વચ્ચે ઝપાઝપી થઈ હતી અને જોરદાર લડાઈ થઈ હતી. આ પરાક્રમ જોઈને દર્શકો દંગ રહી ગયા. ખેલાડીઓ વચ્ચેની લડાઈ એટલી વધી ગઈ કે બાદમાં રેફરીએ આવીને દરમિયાનગીરી કરવી પડી.