કાશ્મીરમાં ફરી શરૂ ટાર્ગેટ કિલિંગ, બંદીપોરામાં આતંકીઓ નિર્દોશ નાગરિકની કરી હત્યા

  • આતંકવાદીઓએ એક બિન-સ્થાનિક મજૂરને ગોળી મારીને હત્યા કરી દીધી 
  • અમરેજ અહીં કામ અર્થે આવ્યો હતો 
  • ઘાટીમાં ફરી એક વખત બિન-કાશ્મીરીઓને ગોળી મારવાની ઘટના સામે આવી

જમ્મુ અને કાશ્મીરમાં, આતંકવાદીઓએ ફરી એકવાર તેમના નાપાક ષડયંત્રને પાર પાડવા માટે એક નિર્દોશ નાગરિકની ગોળી મારીને હત્યા કરી. આ મામલો ઘાટીના બાંદીપોરા જિલ્લાના અજસ સ્થિત સાદુનારા વિસ્તારનો છે જ્યાં આતંકવાદીઓએ એક બિન-સ્થાનિક મજૂરને ગોળી મારીને હત્યા કરી દીધી હતી. આતંકવાદીઓએ લગભગ 12.30 વાગ્યે મજૂરને ખૂબ નજીકથી ગોળી મારી હતી. ત્યાર બાદ મજૂરને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો. મૃતક મજૂરની ઓળખ અમરેજના પુત્ર મોહમ્મદ જલીલ તરીકે થઈ છે, જે બિહારનો વતની છે.

ઘાટીમાં ફરી એક વખત બિન-કાશ્મીરીઓને ગોળી મારવાની ઘટના સામે આવી છે. આતંકવાદીઓએ શુક્રવારે વહેલી સવારે અહીંના બાંદીપોરામાં આ ઘટનાને અંજામ આપ્યો હતો. પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. આ સાથે આતંકીઓની શોધમાં ઘેરાબંધી કરવામાં આવી રહી છે.

પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટના બાંદીપોરા જિલ્લાના તહસીલ અજસના સાદુનારા ગામમાં બની હતી. મજૂર બિહારનો રહેવાસી હતો. તેની ઓળખ મોહમ્મદ અમરેજ (19 વર્ષ) તરીકે થઈ હતી. અમરેજ મધેપુરા જિલ્લાના બેસદ ગામનો રહેવાસી હતો. તેમના પિતાનું નામ મોહમ્મદ જલીલ આપવામાં આવ્યું હતું.

અમરેજ અહીં કામ અર્થે આવ્યો હતો. તેના વિશે વધુ માહિતી મેળવવામાં આવી રહી છે. જમ્મુ-કાશ્મીર પોલીસે કહ્યું કે આ મધરાતની ઘટના છે. બાંદીપોરાના સોડનારા સુમ્બલમાં આતંકીઓએ મજૂર પર ગોળીબાર કરીને તેને ઘાયલ કર્યો હતો. તેને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તેનું મોત નીપજ્યું હતું.

કાશ્મીર ઘાટીમાં ટાર્ગેટ કિલિંગને કારણે સરકારી કર્મચારીઓ, પરપ્રાંતિય મજૂરો ગભરાટમાં જોવા મળી રહ્યા છે. આતંકવાદીઓ અહીં ટીવી કલાકાર, બેંક મેનેજરને પણ નિશાન બનાવી રહ્યા છે. છેલ્લા કેટલાક સમયથી સતત બનેલી ઘટનાઓએ ચિંતા વધારી હતી. ત્યારબાદ 26 દિવસમાં ટાર્ગેટ કિલિંગની 10 ઘટનાઓ સામે આવ્યા બાદ હવે ત્યાંથી હિજરત પણ શરૂ થઈ ગઈ હતી.



https://i2.wp.com/assets.sandesh.com/images/2022/08/12/ciIuAOUiA1IbjkTJV6pOdoWG2WTNiHMP0uBMY2N6.jpg?resize=600,315

Previous Post Next Post