Monday, August 8, 2022

હિમાચલ પ્રદેશના ચંબામાં વાદળ ફાટ્યું, એકનું મોત

  • આ દુર્ઘટનામાં અનેક મકાનોને નુકસાન થવા પામ્યું છે
  • ભૂસ્ખલનના કારણે નેશનલ હાઈવે 05 બ્લોક થઈ ગયો હતો
  • સ્થાનિક પ્રશાસનને આ ઘટના અંગે જાણ કરવામાં આવી છે
હિમાચલ પ્રદેશના ચંબામાં ફરી એકવાર આકાશી આફત તૂટી પડી છે. ચંબામાં વાદળ ફાટવાના કારણે એક વ્યક્તિનું મોત થયું હોવાના અહેવાલ છે. આ દુર્ઘટનામાં અનેક મકાનોને નુકસાન થયું છે. ઘટના બાદ સ્થાનિક લોકો રાહત અને બચાવ કાર્યમાં લાગી ગયા છે. તેમજ સ્થાનિક પ્રશાસનને આ ઘટના અંગે જાણ કરવામાં આવી છે.
તે જ સમયે, આજે સવારે હિમાચલ પ્રદેશના કિન્નૌરમાં ભાવનગર નજીક અચાનક ભૂસ્ખલન થતાં નેશનલ હાઈવે 05 બ્લોક થઈ ગયો હતો. અહીં સ્થાનિક પ્રશાસને કાટમાળ હટાવવા માટે ઘણી મશીનો લગાવી છે. વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે પાણીની જેમ વહી રહેલા પહાડનો કાટમાળ હાઈવે પર આવી રહ્યો છે. જે બાદ કાટમાળ હાઈવેની નીચે ખાડામાં પડતો જોવા મળે છે.

Related Posts: