બાંગ્લાદેશના બે મેચવિનર ખેલાડીઓ એશિયા કપમાંથી બહાર થયા

[og_img]

  • 27મી ઓગસ્ટથી એશિયા કપ 2022 થશે શુરૂ
  • ઇજાગ્રસ્ત લિટ્ટન દાસ પણ ટૂર્નામેન્ટમાંથી ખસી ગયો
  • હસન મેહમુદ-નુરુલ હસન એશિયા કપમાંથી બહાર

એશિયા કપ 2022નો મુખ્ય ડ્રો 27મી ઓગસ્ટથી શરૂ થઈ રહ્યો છે. આ ટૂર્નામેન્ટ શરૂ થાય તે પહેલાં બાંગ્લાદેશને બે મોટા ફટકા પડયા છે. તેના બે મેચવિનર ખેલાડી 22 વર્ષીય યુવા પેસ બોલર હસન મેહમુદ તથા ટીમનો વિકેટકીપર બેટ્સમેન નુરુલ હસન ઈજાના કારણે એશિયા કપમાંથી બહાર થઈ ગયા છે. આ બન્ને ખેલાડીઓ પહેલાં ફોર્મમાં રહેલો બેટ્સમેન લિટ્ટન દાસ પણ ઈજાના કારણે ટૂર્નામેન્ટમાંથી ખસી ગયો હતો.

મેચવિનર ખેલાડીઓની ખોટ પડશે

ઈજાગ્રસ્ત નુરુલના સ્થાને બાંગ્લાદેશની ટીમમાં મોહમ્મદ નઇમને સામેલ કરવામાં આવ્યો છે. 23 વર્ષીય નઇમ બાંગ્લાદેશ માટે અત્યાર સુધીમાં 34 ટી20 મુકાબલા રમી ચૂક્યો છે. આ દરમિયાન તેણે 34 ઇનિંગ્સમાં 24.51ની સરેરાશથી 809 રન બનાવ્યા છે. તેનો સ્ટ્રાઇક રેટ 103.71નો રહ્યો છે. ટી20 ક્રિકેટમાં તેના નામે ચાર અડધી સદી નોંધાયેલી છે. એશિયા કપનો ઓપનિંગ મુકાબલા અફઘાનિસ્તાન અને શ્રીલંકા વચ્ચે રમાશે. યુએઇ ખાતે રમાનારી આ ટૂર્નામેન્ટ માટે બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે ભારતના ભૂતપૂર્વ ઓલરાઉન્ડર શ્રીધરન શ્રીરામને ટીમના ટેક્નિકલ સલાહકાર તરીકે વરણી કરી છે.

બાંગ્લાદેશની ટીમ:

શાકિબ અલ હસન (સુકાની), એનામુલ હક, મુશફિકુર રહીમ (વિકેટકીપર), આફિફ હુસૈન, મોસાડેક હુસૈન, મહમુદુલ્લાહ, મહેદી હસન, મોહમ્મદ સૈફુદ્દીન, મુસ્તાફિઝુર રહેમાન, નાસુમ એહમદ, શબ્બીર રહેમાન, મેહદી હસન મિરાજ. પરવેઝ હુસૈન એમોન, તસ્કીન એહમદ, મોહમ્મદ નઇમ.