الأحد، 28 أغسطس 2022

'ક્રિકેટનો ભગવાન' પણ ભારત-પાકિસ્તાન મેચની આતુરતાથી રાહ જોઈ રહ્યો છે

[og_img]

  • આજે ભારત-પાકિસ્તાન વચ્ચે એશિયા કપમાં મુકાબલો
  • સચિન સહિત દુનિયાભરના ક્રિકેટપ્રેમીઓમાં ભારે ઉત્સાહ
  • સચિને 2003ના વર્લ્ડકપની એક તસવીર શેર કરી

આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે એશિયા કપમાં મુકાબલો થવાનો છે, જેને લઇ દુનિયાભરના ક્રિકેટપ્રેમીઓમાં ભારે ઉત્સાહ છે. જેમાં ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકરનો પણ સમાવેશ થાય છે. સચિને એક ટ્વીટ કરી પોતાની ઉત્સુકતા વર્ણવી હતી. સચિન તેંડુલકર તેની ક્રિકેટ કારકિર્દીમાં પાકિસ્તાન સામેની ઘણી યાદગાર મેચોનો ભાગ રહ્યો છે. સચિન તેંડુલકરે તેની કારકિર્દીની છેલ્લી વનડે મેચ પણ એશિયા કપ 2012માં પાકિસ્તાન સામે જ રમી હતી.

સોશિયલ મીડિયા પર મેચનો ફીવર

ભારત અને પાકિસ્તાનની ક્રિકેટ ટીમ ગયા વર્ષના T20 વર્લ્ડકપ બાદ પ્રથમ વખત એકબીજાની સામે થવાની છે. એશિયા કપ 2022માં બંને ટીમો વચ્ચે હવે ટુંક સમયમાં જ મેચ શરૂ થવા જઈ રહી છે. છેલ્લી વખત જ્યારે ભારતીય ટીમ પાકિસ્તાનનો સામનો કરી હતી ત્યારે તેને 10 વિકેટથી કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ છેલ્લા 10 મહિનામાં ઘણું બદલાઈ ગયું છે. ટીમ ઈન્ડિયાની કમાન હવે રોહિત શર્માના હાથમાં આવી ગઈ છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની શાનદાર મેચ પહેલા સોશિયલ મીડિયા બંને ટીમો માટે શુભેચ્છાઓથી છલકાઈ રહ્યું છે.

સચિન તેંડુલકરે ટ્વિટ શેર કરી

આ દરમિયાન ભારતીય દિગ્ગજ સચિન તેંડુલકરે પણ મેચ પહેલા એક ટ્વિટ શેર કરી છે. ‘ક્રિકેટના ભગવાન’ કહેવાતા સચિને આ પોસ્ટમાં લખ્યું છે કે તે પણ આજે રાત્રે યોજાનારી આ રોમાંચક મેચની આતુરતાથી રાહ જોઈ રહ્યો છે. સચિને 2003ના વર્લ્ડકપની એક તસવીર પણ શેર કરી છે, જે મેચમાં ભારતે પાકિસ્તાનને હરાવ્યું હતું. તે મેચમાં પાકિસ્તાને 7 વિકેટે 273 રન બનાવ્યા હતા જે ભારતે 45.4 ઓવરમાં 4 વિકેટે હાંસલ કરી લીધા હતા. સચિને મેચમાં 98 રન બનાવ્યા હતા. સચિન તેંડુલકર તેની ક્રિકેટ કારકિર્દીમાં પાકિસ્તાન સામેની ઘણી યાદગાર મેચોનો ભાગ રહ્યો છે. તેણે એશિયા કપ 2012માં પાકિસ્તાન સામે તેની કારકિર્દીની છેલ્લી વનડે મેચ પણ રમી હતી.

પ્લેઈંગ-11માં પંત-કાર્તિકમાંથી એકને જ સ્થાન

આજે યોજાનારી ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચની વાત કરીએ તો, ટીમ ઈન્ડિયાએ તેની પ્લેઈંગ ઈલેવનને લઈને થોડી પ્રગતિ કરવી પડી શકે છે. ટીમ મેનેજમેન્ટ પ્લેઈંગ ઈલેવનમાં રિષભ પંત અને દિનેશ કાર્તિકમાંથી કોઈ એકને જ પસંદ કરી શકે છે.

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.