[og_img]
- બે લારીના પૈસા ઉઘરાવવા બાબતે પક્ષ વચ્ચે થઈ હતી મારામારી
- છેડતી જાતિ પ્રત્યે અપમાનિત કરવા અંગે ફરિયાદ નોંધાઈ
- એટ્રોસીટીના ફરિયાદ રદ કરવા આવેદન અપાયું
મોરબી તાલુકાના રફાળેશ્વર ગામે બે દિવસ પૂર્વે સાંજના સમયે બઘડાટી બોલી જવા પ્રકરણમાં સામસામી ફરિયાદ નોંધાઈ છે. જેમાં એક પક્ષના ગેરેજ સંચાલક દશરથભાઇ રઘુભાઇ માકાસણાએ આરોપી અજયભાઇ ચૌહાણ, અજયભાઇના પત્નિ અને અજયભાઇના બહેન વિરુદ્ધ ગત તા.27ના સાંજના સમયે આરોપીઓ દ્વારા રફાળેશ્વર મેળાના ખાણીપીણીની લારીઓ વાળા પાસેથી પૈસાની ઉઘરાણી બાબતે બોલાચાલી ઝઘડો કરી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
અજયભાઈએ ડીસમીસ તથા કુહાડી જેવા પ્રાણઘાતક હથિયાર વડે હાથે તથા પીઠના ભાગે ઇજા કરી અન્ય સાહેદોને માથામાં તથા આંખ ઉપર કપાળમાં તથા સાથળના ભાગે ગંભીર ઇજાઓ કરી ગુન્હામાં એકબીજાની મદદગારી કરવા અંગે ફરિયાદ નોંધાવી હતી. જ્યારે સામાપક્ષે સુનિતાબેન ખીમજીભાઇ ત્રિકુભાઇ પરમારે આરોપી અંતિમસિંહ, અંતિમસિંહના ભાઇ, કટીંગ ટાઇલ્સના કારખાના વાળા ભરવાડ, ગેરેજવાળા પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધવતા જાહેર કર્યું હતું કે, તેમના ભાઇ અજયભાઈએ રફાળેશ્વર મેળા તહેવાર દરમ્યાન પાર્કિંગ પોઇન્ટ રાખેલ હોય જે પાર્કિગ પોઇન્ટમાં વાહનો પાર્ક કરવામાં મગફળીની લારી તથા પાણીપુરીની લારીઓ અડચરણરૂપ થતી હોય જે લારીઓ ખસેડવા કહેતા ગેરેજ વાળા પટેલભાઈને સારૂ નહીં લાગતા ઝઘડો કરી અન્ય સહ આરોપીઓને બોલાવી ગાળો આપી જાતિ પ્રત્યે અપમાનીત કરી જાનથી મારી નાખવાની ધમકી આપી લાકડાના ધોકા તથા લોખંડના પાઇપ વડે હુમલો કરી અજયને માથામાં ગંભીર ઇજા કરી ફરિયાદીને શારીરિક અડપલા કર્યા હોવાનું જણાવ્યું હતું.
એટ્રોસીટીના ફરિયાદ રદ કરવા આવેદન અપાયું
મોરબી રાજપૂત કરણી સેના, પટેલ સમાજ, ભરવાડ સમાજ તેમજ મોરબી સીરામીક મેન્યુફ્રેકચર એસો.એ કલેકટરને આવેદન આપીને જણાવ્યું હતું કે, તાજેતરમાં રફાળેશ્વરના મેળામાં બનેલા બનાવમાં દશરથભાઈ રઘુભાઈ મકવાણા, અંતીમસિંહ બનેસિંહ જાડેજા, નિલરાજસિંહ બનેસિંહ જાડેજા, નવઘણભાઈ ધારાભાઈ ભરવાડ વિરૂધ્ધ થયેલ ફરીયાદમાં ફરીયાદ કરનાર એવા અજયભાઈ જગદીશભાઈ ચૌહાણ ઉ.વ. આશરે ૩૦, રહે. રફાળેશ્વર ગામ, મોરબી તેમજ તેમનાં અન્ય કૌટુંબીક મહીલાઓને સાથે લઈ ઉપરોકત વ્યકિતઓને ઘાયલ કરેલ છે તેમજ એટ્રોસીટી અને અન્ય વિવિધ કલમો લગાડી છે. જે ખોટી રીતે રૂપીયા પડાવવા ફરીયાદ કરેલ છે. એટલે એટ્રોસીટી ફરિયાદ ખોટી હોય અને માટે પૈસા પડાવવા માટે કરી હોવાનું જણાવી આ ફરિયાદ રદ કરવાની માંગ કરી છે.