પાકિસ્તાની કેપ્ટન બાબર આઝમે કરી મોટી ભૂલ, સોશિયલ મીડિયા પર થયો ટ્રોલ

[og_img]

  • સોશિયલ મીડિયા પર સતત ટ્રોલનો શિકાર બની રહ્યો છે બાબર
  • બાબર આઝમે ભૂલથી વિરોધી ટીમ નેધરલેન્ડને સ્કોટલેન્ડ કહી દીધું
  • બાબરનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે

પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમ સોશિયલ મીડિયા પર સતત ટ્રોલનો શિકાર બની રહ્યા છે. ભૂતકાળમાં તેને ખરાબ અંગ્રેજી માટે ટ્રોલ કરવામાં આવ્યો હતો, હવે તેણે ફરી એક ભૂલ કરી છે. ત્રીજી વનડે સમાપ્ત થયા બાદ બાબર આઝમે ભૂલથી વિરોધી ટીમ નેધરલેન્ડને સ્કોટલેન્ડ કહી દીધું. હવે બાબરનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

પાકિસ્તાને નેધરલેન્ડને ક્લીન સ્વીપ કર્યું

પાકિસ્તાને નેધરલેન્ડ સામે રમાયેલી 3 મેચની વનડે શ્રેણીમાં ક્લીન સ્વીપ કરી લીધું છે. એશિયા કપ 2022 પહેલા પાકિસ્તાનને મળેલી આ જીતનું ઘણું મહત્વ છે, જે તેના ખેલાડીઓમાં ચોક્કાથી ઉત્સાહ ભરશે. સીરીઝ ખતમ થયા બાદ જ્યારે પાકિસ્તાની ક્રિકેટ ટીમનો કેપ્ટન બાબર આઝમ મેચ પોસ્ટ પ્રેઝન્ટેશનમાં આવ્યો ત્યારે તેણે કંઈક એવું કહ્યું કે હવે તે સોશિયલ મીડિયા પર જોરદાર ટ્રોલ થઈ રહ્યો છે.

બાબરે નેધરલેન્ડને સ્કોટલેન્ડ કહ્યું

જ્યારે બાબર આઝમ ત્રીજી વનડે મેચની પ્રેઝેન્ટેશન સેરેમનીમાં આવ્યો ત્યારે તેણે પોતાની ટીમના ખૂબ વખાણ કર્યા. આ સમય દરમિયાન જ્યારે તેણે વિરોધી ટીમ નેધરલેન્ડ વિશે વાત કરવાનું શરૂ કર્યું, તો તેણે તેને સ્કોટલેન્ડ કહ્યું, જે એક અલગ દેશની ટીમ છે. બાબર આઝમે અહીં પ્રેઝેન્ટેશન સેરેમનીમાં કહ્યું, ‘અમે પ્રથમ દાવમાં થોડા રનથી પાછળ પડી ગયા હતા, હું સ્કોટિશ બોલરોને શ્રેય આપવા માંગુ છું જેમણે શાનદાર બોલિંગ કરી છે. આ પછી તેનો વીડિયો ઘણો વાયરલ થયો હતો.

આઝમ સિવાય તમામ બેટ્સમેનો નિષ્ફળ

ત્રીજી વનડે મેચમાં નેધરલેન્ડે શાનદાર રમત બતાવી અને પોતાની મજબૂત બોલિંગના આધારે પાકિસ્તાનને માત્ર 206ના સ્કોર પર રોકી દીધું. પાકિસ્તાન તરફથી માત્ર કેપ્ટન બાબર આઝમ 91 રનની મજબૂત ઇનિંગ રમી શક્યો હતો અને બાકીના બેટ્સમેનો નિષ્ફળ રહ્યા હતા.

ચાહકોએ આઝમના મીમ્સ બનાવ્યા

ટ્વિટર પર ચાહકોએ બાબર આઝમ વિશે અનેક પ્રકારના મીમ્સ પણ બનાવ્યા, ચાહકોએ એક મીમમાં લખ્યું કે ભાઈએ કહ્યું સ્કોટલેન્ડ એટલે સ્કોટલેન્ડ. કેટલાક ચાહકોએ બાબર આઝમનો બચાવ કર્યો અને લખ્યું કે આમાં કંઈ ખોટું નથી, તે માત્ર ભૂલથી કહેવામાં આવ્યું છે અને જાણી જોઈને નહીં. સોશિયલ મીડિયા પર આવા જ ઘણા મીમ્સ જોવા મળ્યા હતા.

રસાકસીભરી મેચમાં પાકિસ્તાનની જીત

બીજી તરફ જ્યારે નેધરલેન્ડ બેટિંગ કરવા આવ્યું ત્યારે તે 197ના સ્કોર પર ઢેર થઈ ગયું હતું અને ઐતિહાસિક જીતથી માત્ર 9 રન પાછળ હતું. નેધરલેન્ડને છેલ્લી ઓવરમાં 14 રનની જરૂર હતી અને તેની એક વિકેટ બાકી હતી. જ્યારે પ્રથમ બોલ પર ચોગ્ગો આવ્યો, ત્યારે એવું લાગતું હતું કે કંઈક અદ્ભુત બની શકે છે, પરંતુ બીજા જ બોલ પર વિકેટ પડી ગઈ.

Previous Post Next Post