સૌરાષ્ટ્રમાં લમ્પી વાયરસનો કહેર | ભારતમાં મંકીપોક્સથી પહેલું મોત

ગુજરાતમાં લમ્પી રોગચાળાથી સૌથી વધુ 78 ટકા મોત માત્ર કચ્છમાં નોંધાયાં છે. જેમાં હવે સૌરાષ્ટ્રમાં લમ્પી વાયરસનો કહેર જોવા મળ્યો છે. કોરોના મહામારી બાદ દેશમાં મંકીપોક્સનું જોખમ સતત વધી રહ્યું છે. કેરળમાં મંકીપોક્સથી સંક્રમિત 22 વર્ષીય વ્યક્તિનું મૃત્યુ થયું છે. મંકીપોક્સથી સંક્રમિત દેશમાં આ પ્રથમ મૃત્યુ હોવાનું કહેવાય છે. ગુજરાતમાં આજે તમામ જિલ્લામાં હળવાથી માંડી મધ્યમ વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે. જેમાં હવામાન ખાતાએ આગામી પાંચ દિવસ સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છેસાથે સાથે વાંચો ગુજરાત અને દેશ-દુનિયાના 12 વાગ્યા સુધીના તમામ મહત્વના સમાચાર માત્ર એક ક્લિક પર…

વધુ વાંચો: સૌરાષ્ટ્રમાં લમ્પી વાયરસનો કહેર, પશુઓના ટપોટપ થઇ રહ્યાં છે મોત

ગુજરાતમાં લમ્પી રોગચાળાથી સૌથી વધુ 78 ટકા મોત માત્ર કચ્છમાં નોંધાયાં છે. જેમાં હવે સૌરાષ્ટ્રમાં લમ્પી વાયરસનો કહેર જોવા મળ્યો છે. તેમાં 24 કલાકમાં 957 કેસ સામે આવ્યા છે. તથા 24 કલાકમાં 27 પશુના મોત થયા છે. તેમજ સૌથી વધુ દ્વારકામાં 318 કેસ નોંધાયા છે. તથા રાજકોટમાં 279, જામનગરમાં 269, મોરબીમાં 42 કેસ છે.

વધુ વાંચો: ભારતમાં મંકીપોક્સથી પહેલું મોત, UAEથી કેરળ આવ્યો હતો યુવક

કોરોના મહામારી બાદ દેશમાં મંકીપોક્સનું જોખમ સતત વધી રહ્યું છે. કેરળમાં મંકીપોક્સથી સંક્રમિત 22 વર્ષીય વ્યક્તિનું મૃત્યુ થયું છે. મંકીપોક્સથી સંક્રમિત દેશમાં આ પ્રથમ મૃત્યુ હોવાનું કહેવાય છે. યુવક યુનાઈટેડ આરબ અમીરાત (UAE)થી પરત ફર્યો હતો. શનિવારે સવારે ત્રિશૂરની એક ખાનગી હોસ્પિટલમાં તેમનું નિધન થયું હતું. વાસ્તવમાં યુવકનો રિપોર્ટ સંયુક્ત આરબ અમીરાત (UAE)માં મંકીપોક્સ પોઝિટિવ આવ્યો હતો.

વધુ વાંચો: ગુજરાતમાં આજે હળવાથી મધ્યમ વરસાદની આગાહી

ગુજરાતમાં આજે તમામ જિલ્લામાં હળવાથી માંડી મધ્યમ વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે. જેમાં હવામાન ખાતાએ આગામી પાંચ દિવસ સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. જેમાં ખાસ કરીને આજે સમગ્ર રાજ્યના બધા જ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદ વરસવાની આગાહી કરી છે.

વધુ વાંચો: સોમનાથ મંદિરમાં પત્રકારોના ધરણા, ટ્રસ્ટે કવરેજ પર પ્રતિબંધ ફરમાવતા રોષ

શ્રાવણના પ્રથમ સોમવારે શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી ઊઠ્યા છે. તેવામાં સોમનાથ મંદિરમાં પત્રકારોએ ધરણા કર્યા છે. કારણ કે સોમનાથ ટ્રસ્ટે પત્રકારોને કવરેજ પર પ્રતિબંધ ફરમાવતા રોષ ફેલાયો છે. જેમાં પત્રકારો સોમનાથ મંદિરના પ્રવેશ દ્વાર પાસે ધરણા પર છે. તેમજ કાળીપટ્ટી ધારણ કરી પત્રકારો ધરણા પર ઉતર્યા છે.

વધુ વાંચો: મની લોન્ડરિંગ કેસમાં સંજય રઉતની ધરપકડ,શું હતો પ્રોજેક્ટ

પાત્રા ચાલ જમીન કૌભાંડ કેસમાં સંજય રાઉત પર કાયદાકીય પેંતરો છે. લગભગ 18 કલાકની મેરેથોન પૂછપરછ બાદ રવિવારે મોડી રાત્રે શિવસેનાના નેતા સંજય રાઉતની ધરપકડ કરવામાં આવી હતી. રવિવારે સવારે 7 વાગ્યાથી લગભગ 12 વાગ્યા સુધી પૂછપરછ ચાલી હતી. સંજય રાઉતને આજે 11.30 વાગ્યે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. સંજય રાઉતની ધરપકડ થતાં જ શિવસેનાના કાર્યકરો ED ઓફિસની બહાર એકઠા થયા હતા અને સૂત્રોચ્ચાર કર્યા હતા.

વધુ વાંચો: જ્ઞાનવાપી મસ્જિદ વિવાદ મુસ્લિમ પક્ષના વકીલ અભય નાથ યાદવનું નિધન

જ્ઞાનવાપી મસ્જિદ વિવાદ કેસમાં મુસ્લિમ પક્ષ અંજુમન ઈન્તેજામિયા કમિટીના અગ્રણી વકીલ અભય નાથ યાદવનું રવિવારે મોડી રાત્રે હૃદયરોગના હુમલાથી અવસાન થયું હતું. રવિવારે સાંજે અચાનક છાતીમાં દુ:ખાવો થતા સંબંધીઓ તેમને નજીકની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા.

વધુ વાંચો: પશ્ચિમ બંગાળના કૂચ બિહારમાં પીકઅપવાનમાં કરંટ ફેલાતા 10ના મોત

કોલકાતા પશ્ચિમ બંગાળના કૂચ બિહારમાં રવિવારે મોડી રાત્રે એક મોટી દુર્ઘટના ઘટી છે. પીકઅપ વાનમાં વીજ કરંટ લાગવાથી 10 લોકોના મોત થયા હતા. માર્યા ગયેલા તમામ લોકો કાવડીયા હતા. અકસ્માતમાં અનેક લોકો દાઝી ગયા છે. પીકઅપ વાનમાં 27 લોકો સવાર હતા. પીકઅપ વાનમાં જનરેટરના વાયરિંગમાંથી વિદ્યુત કરંટ ફેલાતા 10 કાવડીયાના કરૂણ મોત થયા હતા. સાથે જ આ અકસ્માતમાં અનેક કાવડીયાઓ દાઝી ગયા છે.

વધુ વાંચો: 2024ની ચૂંટણીમાં આ દિગ્ગજ BJPના હશે PM ઉમેદવાર, શાહે કર્યું એલાન

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પટનામાં ભારતીય જનતા પાર્ટી (BJP) ના વિવિધ મોરચાઓની બે દિવસીય સંયુક્ત રાષ્ટ્રીય કાર્યકારિણી બેઠકના સમાપન સત્રની અધ્યક્ષતા કરી. સભાને સંબોધતા અમિત શાહે કહ્યું કે 2024માં ભાજપ-JDU સાથે મળીને ચૂંટણી લડશે. નરેન્દ્ર મોદી ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર હશે. 2024ની લોકસભા ચૂંટણી માટે વડાપ્રધાન પદના ઉમેદવારોની ચર્ચા હંમેશા હેડલાઇન્સમાં રહે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રાજકારણમાંથી નિવૃત્તિ લેવાની અને નવા ચહેરાઓને ઉમેદવાર તરીકે બનાવાની અટકળો મોટાભાગે લાગતી રહે છે.

વધુ વાંચો: આતંકવાદી ઓસામા બિન લાદેનના પરિવાર પાસેથી પ્રિન્સ ચાર્લ્સે 1 મિલિયન લીધાઃ રિપોર્ટ

બ્રિટનના પ્રિન્સ ચાર્લ્સને આતંકવાદી સંગઠન અલ-કાયદાના નેતા ઓસામા બિન લાદેનના પરિવાર તરફથી 1 મિલિયન પાઉન્ડનું દાન મળ્યું છે. એક મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, ઓસામા બિન લાદેનના મૃત્યુના બે વર્ષ બાદ પ્રિન્સ ચાર્લ્સે 2013માં તેમના સાવકા ભાઈ પાસેથી આ દાન લીધું હતું.

أحدث أقدم