દીપડાનો આતંક : માતા સાથે સૂતેલા ચાર માસના બાળકને ઉપાડી ગયો

featured image

[og_img]

  • પાવી જેતપુરમાં ઘોઘંબાના માલુ ગામે દીપડો માસૂમને ઘરમાંથી ખેંચી ગયો
  • માતા સાથે સુતેલા કિશોરને દીપડાએ મધરાત્રે ઉઠાવી જઈ ફાડી નાખ્યું
  • પખવાડિયામાં બે માસૂમ દીપડાના શિકારનો ભોગ બનતાં ભયનો માહોલ

પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના માલુ ગામમાં મધરાત્રે ઘરમાં ઘુસી દીપડો માતાની સોડમાંથી ચાર માસના માસૂમ પુત્રને શિકાર બનાવી જંગલમાં લઈ જઈ ફાડી ખાતા ચકચાર મચી જવા પામી છે. નોંધનીય છે કે, પાવીજેતપુર તાલુકાના મુવાડા ગામેથી દીકરી રક્ષાબંધનની ઉજવણી કરવા માટે પોતાના પુત્રને સાથે લઈ પિતાના ઘરે આવી હતી. દરમિયાન ઘટના બનતા જ પરિવારમાં શોકની કાલિમા છવાઈ ગઈ છે.

દીપડાને પકડવા પાંજરા ગોઠવાયા

આ બનાવની જાણ થતાં જ એસીએફ, ઘોઘંબા આરએફઓ ટીમ સાથે દોડી ગયા હતા અને દીપડાને પકડવા પાંજરા ગોઠવવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, પખવાડિયા અગાઉ વાવકુલ્લી ગામમાં દીપડાએ માસુમને શિકાર બનાવ્યો હતો. એજ મોડેસ ઓપરેન્ડી માલુ ગામની ઘટનામાં જોવા મળી હતી જેથી એક જ દીપડાએ બંને બાળકનો શિકાર કર્યો હોવા ઉપરાંત દીપડો માનવભક્ષી બન્યો હોવાની શકયતાઓ પ્રબળ બની હતી.

દીપડાને પકડવા ખાસ રેસ્ક્યુ ટીમ, ખાનગી એનજીઓની મદદ લેવાઈ

બીજી તરફ પંથકમાં પખવાડિયામાં જ માસુમને ઘરમાં ઘુસી શિકાર બનાવવાની બીજી ઘટનાને પગલે સ્થાનિકોમાં ભયનો માહોલ ઉભો થવા સાથે દીપડાને જલ્દી પાંજરે પુરવા માંગ ઉઠી છે. વન વિભાગે દીપડાને પાંજરે પુરવા માટે દેવગઢ બારીયાની ખાસ રેસ્ક્યુ ટીમ અને સાવલીની ખાનગી એનજીઓ ટીમની મદદ લીધી છે સાથે જ ચાર પાંજરા અને નાઈટ વિઝન કેમરા ગોઠવી રેસ્ક્યુ ટીમ ના બે સભ્યોએ ટ્રેનક્યુલર ગન સાથે લાઈવ રેસ્ક્યુ ઓપરેશનની વ્યવસ્થા કરી હોવાનું એસીએફ સતીષ બારીયાએ વાતચીતમાં જણાવ્યું હતું.

أحدث أقدم