વર્લ્ડકપમાં સૌથી ફાસ્ટ સેન્ચુરી ફટકારનાર ક્રિકેટરે અચાનક લીધી નિવૃત્તિ

featured image

[og_img]

  • કેવિન ઓ’બ્રાયને ટ્વિટર પર પોસ્ટ દ્વારા નિવૃત્તિની કરી જાહેરાત
  • આયર્લેન્ડ તરફથી ટેસ્ટમાં સદી ફટકારનાર એકમાત્ર બેટ્સમેન
  • 16 વર્ષની કારકિર્દીમાં 266 મેચોમાં 3,619 રન, 114 વિકેટ

આયર્લેન્ડના સ્ટાર ઓલરાઉન્ડર કેવિન ઓ’બ્રાયને આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દીધું છે. વન-ડે ઈન્ટરનેશનલમાં કેવિનના નામે બે સદી છે, જેમાંથી એક સદી યાદગાર છે. 2011ના વર્લ્ડ કપમાં કેવિને બેંગ્લોરમાં ઈંગ્લેન્ડ સામે માત્ર 63 બોલમાં 113 રન ફટકારીને આયર્લેન્ડને ત્રણ વિકેટથી જીત અપાવી હતી.

કેવિન ઓ’બ્રાયને લીધી નિવૃત્તિ

આયર્લેન્ડના સ્ટાર ઓલરાઉન્ડર કેવિન ઓ’બ્રાયને આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દીધું છે. કેવિને તેના ટ્વિટર એકાઉન્ટ પર પોસ્ટ શેર કરીને આની જાહેરાત કરી હતી. કેવિને તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં અવિશ્વસનીય સમર્થન માટે તેના કોચ, પરિવાર, પત્ની અને આઇરિશ ચાહકોનો વિશેષ આભાર વ્યક્ત કર્યો.

16 વર્ષની કારકિર્દીમાં 266 મેચો રમી

38 વર્ષીય કેવિન ઓ’બ્રાયન સૌથી લાંબો સમય સુધી આયરિશ ક્રિકેટ રમનાર ખેલાડીઓમાંથી એક છે. કેવિન ઓ’બ્રાયન 16 વર્ષની કારકિર્દીમાં આયર્લેન્ડ માટે તમામ ફોર્મેટમાં 266 મેચો રમ્યો હતો. કેવિન ઓ’બ્રાયને તેની પોસ્ટમાં ખુલાસો કર્યો હતો કે તે આ વર્ષના અંતમાં ઓસ્ટ્રેલિયામાં T20 વર્લ્ડકપ પછી નિવૃત્તિ પર વિચાર કરી રહ્યો છે. પરંતુ ગયા વર્ષના વર્લ્ડકપમાં આઇરિશ T20 ટીમના શરમજનક પ્રદર્શન બાદ તેણે અકાળે નિવૃત્તિ લેવાનો નિર્ણય લીધો હતો.

ગયા વર્ષે છેલ્લી મેચ રમાઈ હતી

T20 વર્લ્ડકપ 2021માં આયર્લેન્ડને તેની છેલ્લી મેચમાં નામીબિયા સામે શરમજનક હારનો સામનો કરવો પડ્યો હતો. યોગાનુયોગ, તે મેચ કેવિનની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ સાબિત થઈ છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 3,619 રન ઉપરાંત કેવિન ઓ’બ્રાયનના નામે 114 વિકેટ પણ નોંધાયેલ છે. તે આયર્લેન્ડ તરફથી ટેસ્ટમાં સદી ફટકારનાર એકમાત્ર બેટ્સમેન છે.

મોટો ભાઈ પણ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમી ચુક્યો છે

કેવિન ઓ’બ્રાયનનો મોટો ભાઈ નિઆલ ઓ’બ્રાયન પણ આયર્લેન્ડ માટે ક્રિકેટ રમી ચુક્યો છે. નિઆલ અને કેવિન લાંબા સમય સુધી સાથે ક્રિકેટ રમતા હતા. 38 વર્ષીય કેવિન ઓ’બ્રાયન T20 ઇન્ટરનેશનલમાં 1,973 રન સાથે પોલ સ્ટર્લિંગ પછી આયર્લેન્ડ માટે સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન છે. વર્ષ 2019માં T20 ઈન્ટરનેશનલમાં કેવિને 729 રન બનાવ્યા હતા.

વર્લ્ડકપમાં સૌથી ઝડપી સદીનો રેકોર્ડ

કેવિન ઓ’બ્રાયનના નામે વન-ડે ઈન્ટરનેશનલમાં બે સદી છે, જેમાંથી એક યાદગાર છે. 2011 વર્લ્ડકપમાં કેવિન ઓ’બ્રાયને માત્ર 63 બોલમાં 113 રન ફટકારીને આયર્લેન્ડને બેંગ્લોરમાં ઈંગ્લેન્ડ સામે ત્રણ વિકેટથી જીત અપાવી હતી. આ દરમિયાન કેવિન ઓ’બ્રાયને માત્ર 50 બોલમાં સદી ફટકારી હતી, જે વર્લ્ડકપના ઈતિહાસની સૌથી ઝડપી સદી છે.

أحدث أقدم