[og_img]
- પાકિસ્તાનની હાર પર મોમિન સાકિબની પ્રતિક્રિયાનો વીડિયો વાયરલ
- વીડિયોમાં રડતા-રડતા બોલ્યો-‘મારા માટે એમ્બ્યુલન્સ લાવો’
- મેચ પૂરી થયા બાદ મોમિન સાકિબ વિરાટ-હાર્દિકને મળ્યો
એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે જબરદસ્ત મેચ જોવા મળી હતી. પાકિસ્તાન અહીં પાંચ વિકેટે હારી ગયું, આ હાર બાદ સોશિયલ મીડિયા સ્ટાર મોમિન શાકિબની અદભૂત પ્રતિક્રિયા વાયરલ થઈ છે, જેમાં તે એમ્બ્યુલન્સ શોધતો જોવા મળ્યો હતો.
પાકિસ્તાની ચાહકોની અલગ-અલગ પ્રતિક્રિયા
એશિયા કપની સુપરહિટ મેચમાં ભારતે પાકિસ્તાનને પાંચ વિકેટે હરાવ્યું હતું. દુબઈમાં રવિવારે રમાયેલી આ મેચમાં છેલ્લી ઓવર સુધી જંગ જોવા મળ્યો હતો, પરંતુ ભારતે મેચ જીતી લીધી હતી. મેચ બાદ પાકિસ્તાની ચાહકોની અલગ-અલગ પ્રતિક્રિયાઓ આવી રહી છે, આમાંની એક ખાસ પ્રતિક્રિયા મોમિન સાકિબની છે જે પોતાના વીડિયોને લઈને ચર્ચામાં છે.
મોમીન શાકિબનો વીડિયો ફરી વાયરલ
ઈન્સ્ટાગ્રામ પર મોમિન શાકિબે મેચના દિવસે ઘણા વીડિયો શેર કર્યા છે, જેમાં તે શાનદાર પ્રતિક્રિયા આપી રહ્યો છે. જ્યારે બાબર આઝમ અને મોહમ્મદ રિઝવાનની વિકેટ પડી ત્યારે મોમિન અહીં એમ્બ્યુલન્સ શોધતો જોવા મળ્યો હતો. વીડિયોમાં તે રડતા રડતા કહે છે કે, હવે શું કરવું બાબર પણ બહાર છે, રિઝવાન પણ ગયો છે. મારા માટે એમ્બ્યુલન્સ લાવો. આ સિવાય એક વીડિયોમાં મોમિન સાકિબ રડતો જોવા મળી રહ્યો છે, જેમાં તે ટિશ્યૂથી પોતાના આંસુ લૂછી રહ્યો છે. અહીં મોમિન મેચ પૂરી થયા બાદ સ્ટેડિયમમાં બેઠો છે અને સતત પોતાના આંસુ લૂછી રહ્યો છે. આ વીડિયો પણ ઘણો વાયરલ થયો છે.
મેચ બાદ વિરાટ-હાર્દિકને મળ્યો
મેચ ખતમ થયા બાદ મોમિન શાકિબ ભારતના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી અને ભારતના મેચ વિનર હાર્દિક પંડ્યાને મળ્યો હતો. વિરાટ કોહલી સાથે વાત કરતા મોમિન સાકિબે કહ્યું કે આશા છે કે બંને ટીમો ફાઇનલમાં ફરી ટકરાશે.
મોમિન સાકિબ સોશિયલ મીડિયા ‘સુપરસ્ટાર’
તમને જણાવી દઈએ કે મોમિન સાકિબ સોશિયલ મીડિયા પર મોટા સુપરસ્ટાર છે. જ્યારે ભારતે ODI વર્લ્ડકપ 2019માં પાકિસ્તાનને હરાવ્યું હતું, તે દરમિયાન તેનો એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં તેણે પ્રતિક્રિયા આપી હતી કે અરે ભાઈ મને મારી નાખો. ત્યારથી મોમિન સાકિબ સોશિયલ મીડિયા પર લોકોનો ફેવરિટ બની ગયો છે.
પાકિસ્તાન સામે ભારતની શાનદાર જીત
જો મેચની વાત કરીએ તો ટીમ ઈન્ડિયાએ પોતાના મિશન એશિયા કપની શરૂઆત જીત સાથે કરી છે. આ મેચમાં ભારતે ટોસ જીતીને બોલિંગ કરવાનું પસંદ કર્યું, પાકિસ્તાને પહેલા બેટિંગ કરતા 147 રન બનાવ્યા. જવાબમાં ભારતે છેલ્લી ઓવરમાં મેચ જીતી લીધી હતી. ટીમ ઈન્ડિયા માટે હાર્દિક પંડ્યાએ 3 વિકેટ લીધી અને 33 રન બનાવ્યા. હાર્દિકે સિક્સર ફટકારીને ભારતને પાંચ વિકેટે જીત અપાવી હતી.