આગામી 22-23 સપ્ટેમ્બરના રોજ વિધાનસભાનું ચોમાસુ સત્ર (monsoon session) મળવાની શક્યતા છે. જે અંગેનો નિર્ણય કેબિનેટ બેઠકમાં આવતીકાલે લેવાશે.
ગાંધીનગરમાં (Gandhinagar) વિધાનસભાના ચોમાસુ સત્રની (Monsoon Session ) તારીખ નક્કી થઇ ગઇ છે. વિધાનસભામાં બે દિવસનું ટૂંકું ચોમાસુ સત્ર આગામી 22-23 સપ્ટેમ્બરે બોલાવવાની તૈયારીઓ ચાલી રહી છે. વિધાનસભા ચૂંટણી (Assembly elections) પહેલા આ છેલ્લું સત્ર છે. ત્યારે આવતા સપ્તાહમાં કેબિનેટની બેઠક બાદ ચૂંટણી પહેલાનું આ ચોમાસુ સત્ર મળી શકે છે. પહેલા દિવસે દિવંગત સભ્યોને વિઘાનસભામાં શ્રદ્ધાંજલિ આપવામાં આવશે. તો સત્રના બીજા દિવસે વિધાનસભાનું કામકાજ હાથ ધરવામાં આવશે.
રખડતા ઢોરનો મુદ્દો ચર્ચાઇ શકે
આગામી 22-23 સપ્ટેમ્બરના રોજ વિધાનસભાનું ચોમાસુ સત્ર મળવાની શક્યતા છે. જે અંગેનો નિર્ણય કેબિનેટ બેઠકમાં આવતીકાલે લેવાશે. વિધાનસભામાં બે દિવસનું ટૂંકું ચોમાસુ સત્ર મળવાનું છે. આ વિધાનસભાના સત્રમાં સૌની નજર રખડતા ઢોરને લઇને જે નિયંત્રણ માટેનો કાયદો હતો તેની ઉપર રહેલી છે. કારણકે આ કાયદો જ્યારે જાહેર કરવામાં આવ્યો ત્યારે વિવાદ થયો હતો. ઠેર ઠેર વિરોધ નોંધાઇ રહ્યો હતો. જેના પગલે આ કાયદાનું અમલીકરણ થયુ ન હતુ.
જો કે છેલ્લા થોડા સમયથી રખડતા ઢોરને લઇને અનેક અકસ્માતના બનાવો સામે આવી રહ્યા છે. જેને લઇને રખડતા ઢોર નિયંત્રણની કામગીરીને લઇને સવાલો ઊભા થઇ રહ્યા છે. ત્યારે હાઇકોર્ટે આ મામલે ટકોર કરી છે. હાઇકોર્ટની ટકોર બાદ રાજ્ય સરકાર દ્વારા એક્શન લેવામાં આવી રહ્યા છે. બીજી બાજુ માલધારી સમાજ દ્વારા સખત વિરોધ પણ થઇ રહ્યો છે. ત્યારે આ કાયદાના વિવાદ વચ્ચે વિધાનસભાનું સત્ર મળવા જઇ રહ્યુ છે.
(વીથ ઇનપુટ-કિંજલ મિશ્રા, ગાંધીનગર)