ગીર સોમનાથમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ | ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીમાં આજે મતદાન

ગુજરાતમાં ફરી એકવાર ભારે વરસાદી માહોલ શરૂ થઈ ગયો છે. બે દિવસથી રાજ્યના કેટલાક વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. દેશના આગામી ઉપરાષ્ટ્રપતિની પસંદગી માટે આજે મતદાન થશે. મતદાન પૂર્ણ થયા બાદ મતોની ગણતરી કરવામાં આવશે ધોરણ-10ની જુલાઇ પૂરક-2022 પરીક્ષાનું શિક્ષણ વિભાગની સત્તાવાર વેબસાઇટ પર જાહેર કરી દેવામાં આવ્યું છે. સાથે સાથે વાંચો ગુજરાત અને દેશ-દુનિયાના 12 વાગ્યા સુધીના તમામ મહત્વના સમાચાર માત્ર એક ક્લિક પર…

વધુ વાંચો: ગીર સોમનાથમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ

ગુજરાતમાં ફરી એકવાર ભારે વરસાદી માહોલ શરૂ થઈ ગયો છે. બે દિવસથી રાજ્યના કેટલાક વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જોકે હજુ આગામી ચાર દિવસ દરમિયાન રાજ્યના વિવિધ વિસ્તારોમાં ભારે તો ક્યાંક અતિભારે વરસાદ પડવાની હવામાન ખાતાએ આગાહી કરી છે. ગીર સોમનાથમાં ધોધમાર વરસાદથી સરસ્વતી નદીમાં ઘોડાપુરની સ્થિતિ જોવા મળી છે. તો પ્રાચીતીર્થ માધવરાયજી મંદિર જળમગ્ન થયું છે. મચ્છુન્દ્રીનો દ્રોણેશ્વર ડેમ ફરીથી ઓવરફ્લો થયો છે.   

વધુ વાંચો : ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીમાં આજે મતદાન, જગદીપ ધનખડે અને માર્ગારેટ આલ્વા મેદાનમાં

દેશના આગામી ઉપરાષ્ટ્રપતિની પસંદગી માટે આજે મતદાન થશે. મતદાન પૂર્ણ થયા બાદ મતોની ગણતરી કરવામાં આવશે અને ચૂંટણીના પરિણામો પણ આજે જાહેર કરવામાં આવશે. એનડીએએ ઉપરાષ્ટ્રપતિ પદ માટે જગદીપ ધનખડે અને વિપક્ષી માર્ગારેટ આલ્વાને મેદાનમાં ઉતાર્યા છે.

વધુ વાંચો: ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીમાં આજે મતદાન, PM મોદીએ કર્યુ મતદાન

ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુનો કાર્યકાળ 10 ઓગસ્ટે સમાપ્ત થઈ રહ્યો છે. વેંકૈયા નાયડુ પછી દેશના આગામી ઉપરાષ્ટ્રપતિ કોણ હશે, ઉપપ્રમુખ પદ માટે આજે મતદાન થઇ રહ્યું છે. સવારે 10 વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું છે જે સાંજના 5 વાગ્યા સુધી ચાલશે. આ પછી આજે ચૂંટણી પરિણામ પણ આવશે. એનડીએએ ઉપરાષ્ટ્રપતિ પદ માટે જગદીપ ધનખર અને વિપક્ષી માર્ગારેટ આલ્વાને નોમિનેટ કર્યા છે.

વધુ વાંચો: ધોરણ 10ની પૂરક પરીક્ષાનું પરિણામ જાહેર, વિદ્યાર્થીનીઓ રહી અવ્વલ

ધોરણ-10ની જુલાઇ પૂરક-2022 પરીક્ષાનું શિક્ષણ વિભાગની સત્તાવાર વેબસાઇટ પર જાહેર કરી દેવામાં આવ્યું છે. આ અંગે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના પ્રતિનિધિ રાજુ ભટ્ટના જણાવ્યા અનુસાર, જુલાઇ -2022માં લેવાયેલી ધોરણ-10 ની પૂરક પરીક્ષાનું પરિણામ શિક્ષણ બોર્ડની વેબસાઇટ www.gseb.org પર તા.6ના સવારના 8:00 કલાકે જાહેર કરાયું છે.

વધુ વાંચો: પગારથી લઈને ઉપરાષ્ટ્રપતિને મળે આ સરકારી સુવિધાઓ, આ રીતે થાય ચૂંટણી

ભારતના વર્તમાન ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુનો કાર્યકાળ 10 ઓગસ્ટે પૂરો થઈ રહ્યો છે. તે અગાઉ આજે દેશમાં નવા ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી યોજાવાની છે. આજે દેશને નવા ઉપરાષ્ટ્રપતિ મળશે. પશ્ચિમ બંગાળના રાજ્યપાલ જગદીપ ધનખડને NDA દ્વારા ઉપરાષ્ટ્રપતિ પદ માટે નામાંકિત કરવામાં આવ્યા છે. આ સાથે જ વિપક્ષે માર્ગારેટ આલ્વા પર દાવ ખેલ્યો છે. દેશના બીજા સર્વોચ્ચ બંધારણીય પદ માટે નામાંકન 19 જુલાઈ સુધીમાં દાખલ કરવામાં આવ્યા હતા. આજે ચૂંટણી બાદ મોડી રાત સુધીમાં પરિણામ જાહેર થશે. પરંતુ તે પહેલા શું તમે જાણો છો કે ભારતના ઉપરાષ્ટ્રપતિને કેટલો પગાર મળે છે? આ સિવાય બીજી કઈ કઈ સરકારી સેવાઓ ઉપલબ્ધ છે?

વધુ વાંચો: નેશનલ હેરાલ્ડ કેસ: સોનિયા- રાહુલ ગાંધીની ફરી થઇ શકે છે પૂછપરછ

નેશનલ હેરાલ્ડ કેસમાં કથિત મની લોન્ડરિંગની તપાસ સામે કોંગ્રેસ રેલી કરી રહી છે. બીજી તરફ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) ફરીથી સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીની પૂછપરછ કરવાની તૈયારી કરી રહ્યું છે. EDને કેટલીક કડીઓ મળી છે જે દર્શાવે છે કે 2019માં યંગ ઈન્ડિયન એન્ડ એસોસિએટેડ જર્નલ લિમિટેડ (AJL)માં ‘શેલ કંપનીઓ’ દ્વારા નાણાંનો પ્રવાહ ચાલુ રહ્યો હતો. 

વધુ વાંચો: 6 ઑગસ્ટ, 1945ના રોજ હિરોશિમા પર પરમાણુ હુમલો થતા તબાહીના દ્રશ્યો સર્જાયા

બીજા વિશ્વયુદ્ધમાં જાપાનને રોકવા માટે અમેરિકાએ તેના પાંચ શહેરો પર પરમાણુ હુમલાની યોજના બનાવી હતી. હિરોશિમા પર પહેલો હુમલો 6 ઓગસ્ટ 1945ના રોજ થયો હતો અને નાગાસાકી પર બીજો હુમલો 9 ઓગસ્ટના રોજ થયો હતો.

વધુ વાંચો: હે ભગવાન! અમે શું કરી દીધું?- હિરોશિમા પર બોમ્બ ફેંકનારનો અનુભવ

6 ઓગસ્ટ 1945નો દિવસ ઈતિહાસના પાનામાં કાળી શાહીથી નોંધાયેલો છે. એ જ દિવસે અમેરિકાએ જાપાનના શહેર હિરોશિમા પર પરમાણુ બોમ્બ ફેંક્યો હતો, જેમાં લાખો લોકો મૃત્યુ પામ્યા હતા. આ હુમલામાં 130,000 જાપાની પુરુષો, મહિલાઓ અને બાળકો માર્યા ગયા હતા. બોમ્બનું નામ ‘લિટલ બોય’ હતું જેને B-29 બોમ્બર (એનોલા ગે)ના ક્રૂ દ્વારા પાડવામાં આવ્યો હતો. યુએસના સફળ પરીક્ષણો પછી તે યુદ્ધમાં વપરાતો પહેલો અણુ બોમ્બ હતો. ત્રણ દિવસ પછી અમેરિકાએ જાપાનના અન્ય શહેર નાગાસાકી પર ‘ફેટ મેન’ નામનો બીજો બોમ્બ ફેંક્યો. આમાં 40,000 લોકો મૃત્યુ પામ્યા અને જાપાનને આત્મસમર્પણ કરવાની ફરજ પડી.

વધુ વાંચો: એક જ દાંવમાં સાક્ષીએ જીતી લીધો ગોલ્ડ, પોડિયમમાં પહોંચી રડી પડી

કોમનવેલ્થ ગેમ્સ 2022 (5 ઓગસ્ટ)ના આઠમા દિવસે, ભારતે ત્રણ ગોલ્ડ સહિત છ મેડલ જીતીને શાનદાર પ્રદર્શન કર્યું. ખાસ વાત એ છે કે આ તમામ છ મેડલ કુસ્તીમાં આવ્યા છે. આ દરમિયાન મહિલા રેસલર સાક્ષી મલિક ગોલ્ડ જીતવામાં સફળ રહી હતી. સાક્ષી મલિકે મહિલાઓની 62 કિગ્રાની ફાઇનલમાં બાય-ફોલ દ્વારા કેનેડાની એના ગોડિનેઝ ગોન્ઝાલેઝને 4-4થી હરાવી હતી.

Previous Post Next Post