Sunday, August 28, 2022

ચેતેશ્વર પૂજારાએ પાકિસ્તાન સામે ભારતીય પ્લેઈંગ ઈલેવનની કરી પસંદગી

[og_img]

  • ટોપ ઓર્ડરમાં રાહુલ-રોહિત-વિરાટસૂર્યકુમારને સ્થાન આપ્યું
  • હાર્દિક પંડ્યા અને રવિન્દ્ર જાડેજા બે મુખ્ય ઓલરાઉન્ડર
  • વિકેટકીપર તરીકે કાર્તિકને પડતો મૂકી પંતની કેઈ પસંદગી

સુપર સન્ડેના રોજ યોજાનારી ભારત અને પાકિસ્તાન (IND vs PAK) વચ્ચે એશિયા કપ T20 ટૂર્નામેન્ટ શરૂ થવામાં માત્ર થોડા કલાકો બાકી છે. દુનિયાની નજર રવિવારે દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાનાર બંને ટીમો વચ્ચેની આ શાનદાર મેચ પર છે. મેચ પહેલા ઘણા વર્તમાન અને ભૂતપૂર્વ ખેલાડીઓ ભારતની સંભવિત પ્લેઈંગ ઈલેવન વિશે પોતાનો અભિપ્રાય આપી રહ્યા છે. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયાના ભરોસાપાત્ર બેટ્સમેન ચેતેશ્વર પુજારાએ પણ પાકિસ્તાન સામેની આ મેચ પહેલા ભારતની પ્લેઈંગ ઈલેવનની પસંદગી કરી છે.

કાર્તિકને પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર કર્યો

ચેતેશ્વર પુજારાએ કહ્યું કે ભારતની પ્લેઈંગ ઈલેવનમાં રિષભ પંત અને દિનેશ કાર્તિક બંનેનો સમાવેશ કરવો અશક્ય છે. તેણે કહ્યું કે ટોપ ઓર્ડરમાં કેએલ રાહુલ, રોહિત શર્મા, વિરાટ કોહલી અને સૂર્યકુમાર યાદવ બાદ હાર્દિક પંડ્યા અને રવિન્દ્ર જાડેજાનો સમાવેશ થાય છે. તેથી પંત કે કાર્તિક બેમાંથી માત્ર એકને જ જગ્યા મળી શકે એમ છે. આ પછી પૂજારાએ કાર્તિકને તેની પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર કરી દીધો છે.

પંત અને કાર્તિકની પસંદગીને લઇ મૂંઝવણ

ભારતીય બેટ્સમેને કહ્યું, “તે ટીમ મેનેજમેન્ટ માટે એક મોટો માથાનો દુખાવો છે કારણ કે બંને (પંત અને કાર્તિક) T20 ફોર્મેટમાં ખરેખર સારું પ્રદર્શન કરી રહ્યા છે. પરંતુ તમારે નક્કી કરવાનું છે કે તમે કોઈને પાંચમા નંબર પર બેટિંગ કરવા માંગો છો કે પછી તમને એવા ફિનિશર જોઈએ છે જે છઠ્ઠા કે સાતમા નંબર પર બેટિંગ કરી શકે.

ચેતેશ્વર પૂજારાની ભારતીય પ્લેઈંગ ઈલેવન:

રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, રિષભ પંત (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, ભુવનેશ્વર કુમાર, આવેશ ખાન, અર્શદીપ સિંહ, યુઝવેન્દ્ર ચહલ.

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.