શ્રીકાંત ત્યાગી પર યોગી સરકારનું બુલડોઝર ફરી વળ્યું

  • શ્રીકાંત ત્યાગી સામે યોગી સરકારની મોટી કાર્યવાહી
  • રવિવાર રાત્રે સતત બીજા દિવસે હોબાળો મચાવતા યોગી સરકાર એકશનમાં
  • ફલેટની આજુબાજુ કરાયેલ ગેરકાયદે બાંધકામ તોડી પાડ્યું

નોઈડા ગ્રાન્ડ ઓમેક્સ સોસાયટીમાં હોબાળા બાદ હવે શ્રીકાંત ત્યાગી સામે યોગી સરકારે બુલડોઝરની કાર્યવાહી શરૂ કરી દીધી છે. રવિવારે રાત્રે સતત બીજા દિવસે હોબાળો મચાવ્યા બાદ સોમવારે સવારે પોલીસ અને પ્રશાસનની સાથે બુલડોઝર પણ સોસાયટીમાં પહોંચી ગયું હતું. આ સાથે કર્મચારીઓ પણ હથોડી લઈને પહોંચી ગયા હતા. મહિલા સાથે દુર્વ્યવહાર અને અભદ્ર વર્તન કરનાર શ્રીકાંત ત્યાગી હજુ ભાગેડુ છે. તેમના ગેરકાયદેસર અતિક્રમણ પર વહીવટીતંત્રનો હથોડો ચાલી રહ્યો છે. ત્યાં હાજર લોકોએ તાળીઓ પાડીને યોગી ઝિંદાબાદના નારા લગાવ્યા હતા.

રાત્રે ધમાલ મચાવ્યા બાદ સોમવારે સવારે જ બુલડોઝર સાથે હથોડી અને પાવડા સાથે કામદારો પણ આવી પહોંચ્યા હતા. શ્રીકાંત ત્યાગીનું ગેરકાયદેસર અતિક્રમણ તોડવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. આરોપીનું અતિક્રમણ બુલડોઝર વડે તોડવામાં આવ્યું હતું. આ સાથે ગ્રાઉન્ડ ફ્લોરના ફ્લેટની સામેના વૃક્ષો પણ ધરાશાયી થયા હતા.

વાત એમ છે કે બે દિવસ પહેલા શ્રીકાંત ત્યાગીનો એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં તેઓ નોઈડાની પોશ સોસાયટીમાં એક મહિલા સાથે દુર્વ્યવહાર કરતા હોવાની વાત સામે આવી હતી. ત્યારબાદ ગઈકાલે રાત્રે મામલો ફરી વધી ગયો જ્યારે ભાગેડુ ત્યાગી સાથે સંકળાયેલા કેટલાક ગુંડાઓ સોસાયટીમાં પહોંચ્યા હતા. ત્યારબાદ સાંસદ મહેશ શર્મા અને પોલીસ અને ડીએમ ઘટનાસ્થળે પહોંચ્યા. પોલીસે અડધો ડઝન જેટલા તોફાનીઓની અટકાયત પણ કરી છે. પરંતુ હવે મામલો ખૂબ જ ગરમાયો છે. સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી મહેશ શર્માના કડક વલણ બાદ પહેલો ફટકો ફેઝ-2ના સ્ટેશન ઈન્ચાર્જ પર પડ્યો છે.

કમિશનરેટ પોલીસનો સમગ્ર વિભાગ કથિત ભાજપ નેતા શ્રીકાંત ત્યાગીની શોધમાં છે, જે ગ્રાન્ડ ઓમેક્સ સોસાયટી, સેક્ટર 93B માં મહિલા સાથે અભદ્ર વર્તનના કેસમાં ભાગેડુ છે. ઘટનાના 3 દિવસ બાદ પણ પોલીસ નેતાની માહિતી મેળવી શકી નથી. શનિવારે પોલીસે ભાગેડુ નેતાની પત્ની અને તેમના ડ્રાઇવર, મેનેજરની લગભગ 6 કલાક સુધી કસ્ટડીમાં પૂછપરછ કરી હતી પરંતુ કોઈ સફળતા મળી ન હતી. પત્નીને હજુ પણ નજરકેદ રાખવામાં આવ્યા છે.

ડીસીપી સેન્ટ્રલ નોઈડા રાજેશ એસનું કહેવું છે કે પોલીસની ટીમે રવિવારે દિલ્હી, નોઈડા, લખનઉ સ્થિત આરોપી નેતા શ્રીકાંત ત્યાગીના કુલ 15 સ્થળો પર દરોડા પાડ્યા હતા. પોલીસ ટીમ શ્રીકાંત ત્યાગીના નજીકના સંબંધીઓ અને મિત્રોની પણ પૂછપરછ કરી રહી છે. ટૂંક સમયમાં આરોપી નેતાની ધરપકડ કરવામાં આવશે. આપને જણાવી દઈએ કે શુક્રવારે સવારે ભાજપના કથિત નેતાએ નજીવી તકરારમાં સોસાયટીના રહેવાસી મહિલા સાથે ખૂબ જ અભદ્ર વર્તન કર્યું હતું, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.

Previous Post Next Post