Sunday, August 7, 2022

થાનગઢના જામવાળી ગામ નજીકથી અજાણ્યા વ્યક્તિની લાશ મળી આવતા ચકચાર | The body of an unknown person was found near Jamwali village of Thangarh

સુરેન્દ્રનગર25 મિનિટ પહેલા

  • ઘટના સ્થળેથી મૃતક યુવાનના ચશ્મા, થેલી અને ચપ્પલ મળી આવ્યાં

સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢના જામવાળી ગામ નજીકથી અજાણ્યા વ્યક્તિની લાશ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી છે. જેમાં જામવાળી ગામ પાસે આવેલા અવલીયા મહાદેવ મંદિર નજીક ભરાયેલા પાણીના ખાડામાં લાશ તરતી જોવા મળી હતી. આ ઘટનાની જાણ થતાં લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે એકઠા થયા હતા. ત્યારે આ ઘટના પાસેથી મૃતક યુવાનના ચશ્મા, થેલી અને ચપ્પલ મળી આવતા એના આધારે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

લાશને પોસ્ટમોર્ટમ અર્થે મોકલાય
જામવાળી ગામ નજીકથી અજાણ્યા વ્યક્તિની લાશ મળી આવતા સ્થાનિકોએ પોલીસને તાકીદે જાણ કરી હતી. ઘટનાની જાણ થતા થાન પોલીસે ઘટનાસ્થળે દોડી જઇ લાશને બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે મોકલવાની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો
આ ઘટનામાં જામવાળી ગામ પાસે આવેલ અવલીયા મહાદેવ મંદિર નજીક ભરાયેલા પાણીના ખાડામાં લાશ તરતી જોવા મળી હતી. આ ઘટના હત્યા છે કે, આત્મહત્યા તે અંગે પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ વધુ વિગતો બહાર આવે તેવી શક્યતા છે. મૃતક યુવાનના ચશ્મા, થેલી અને ચપ્પલ મળી આવતા એના આધારે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે…

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.