Sunday, August 14, 2022

સ્વતંત્રતા પર્વે પાકિસ્તાની રેન્જર્સને શુભકામના પાઠવતા BSF જવાનો

[og_img]

  • પાકિસ્તાની રેન્જર્સ દ્વારા બીએસએફના જવાનોને મીઠાઈ અપાઈ
  • કચ્છ-બનાસકાંઠાની સરહદે પાક. જવાનો અને BSF જવાનો એકબીજાને મળ્યા
  • તહેવારો વખતે BSF અને પાક રેન્જર્સ દ્વારા મીઠાઈની આપ-લે થતી હોય છે

આજે 14 ઓગસ્ટના રોજ પાકિસ્તાનમાં સ્વતંત્રતા દિવસ ઉજવાઈ રહ્યો છે ત્યારે આ નિમિતે ભારતના સીમા સુરક્ષા દળના જવાનો પણ પાકિસ્તાનના પર્વમાં સહભાગી થયા હતા. ભારત અને પાકિસ્તાનની ગુજરાત અને રાજસ્થાનની સીમાઓ ઉપર ભારતીય BSF જવાનોએ પાકિસ્તાની રેન્જર્સ જવાનોને સ્વતંત્રતા પર્વની શુભકામનાઓ પાઠવી હતી. આ ઉજવણીનો ઉમંગ ભારત અને પાકિસ્તાનની ગુજરાત અને રાજસ્થાનની સીમાઓ ઉપર જોવા મળ્યો હ તો, જ્યાં પાકિસ્તાની રેન્જર્સ દ્વારા બીએસએફના જવાનોને મીઠાઈ અપાઈ હતી. ગુજરાતમાં કચ્છ અને બનાસકાંઠાની સરહદે સીમા પ્રહરીઓને પાકિસ્તાની જવાનોએ સરહદી પીલ્લર પાસે મીઠાઈ આપી હતી. જુદા જુદા તહેવારો વખતે બીએસએફ અને પાક રેન્જર્સ દ્વારા આ પ્રકારે મીઠાઈની આપલે થતી હોય છે.