No results found

    ભરૂચની મુલાકાતે આવેલા ગુજરાત આપના પ્રમુખે તમામ વિધાનસભા બેઠક પર ચૂંટણી લડવાની જાહેરાત કરી, BTP-AAPના ગઠબંધન અંગે સ્પષ્ટતા નહીં | Gujarat AAP president visiting Bharuch announces to contest all assembly seats, no clarification on BTP-AAP alliance

    ભરૂચ23 મિનિટ પહેલા

    • કૉપી લિંક
    • જિલ્લાના વેપારીઓ,ખેડૂતો, રોજગારી બાબતે ચર્ચા કરી
    • જન સંવાદ કાર્યક્રમ માં જય ભારત રીક્ષા એશો ના પ્રમુખ સહિત 50 થી વધુ લોકો આપમાં જોડાયા

    ગુજરાતની વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે અને દરેક પાર્ટી કમર કસી છે.ત્યારે દિલ્હી ,પંજાબ બાદ ગુજરાતમાં પણ પોતાનો પક્ષની જડ મજબૂત બનાવી જીતાડવાના ભાગરૂપે વિવિધ કાર્યક્રમો થકી લોકોના આમ આદમી પાર્ટીની વિચારધારા સાથે જોડાય અને આમ આદમી પાર્ટીને ગુજરાત માં જીત હાસિલ કરવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.ગુજરાતની વિધાનસભા ની ચૂંટણીના ગણતરીના મહિના બાકી રહ્યા છે ત્યારે આમ આદમી પાર્ટીના દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે પણ ગુજરાત ના પ્રવાસ ખેડી ને જન સંપર્ક શરૂ કર્યું છે.જેના ભાગરૂપે ગુજરાત આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલીયાએ ગોપાલ ઇટાલિયાએ ભરૂચ ખાતે વેપારીઓ સાથે સંવાદ કાર્યક્રમો યોજ્યો હતો.

    જેમાં ભરૂચ શહેર જિલ્લા વેપાર, શિક્ષણ,બેરોજગાર જેવા મુખ્ય મુદ્દે રજુઆત કરવામાં આવી હતી .આદમી પાર્ટીના અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાએ ભાજપ – કોંગ્રેસ પક્ષ પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે બંને પાર્ટી સમજૂતી થી જ ચાલી રહ્યા છે.અત્યાર સુધી વિકલ્પ હતો નહિ પણ હવે આપ આવી જતા 27 વર્ષ ની ગંદકી હાથ નહિ પણ ઝાડુ થી સાફ થશે તેવો પણ વ્યંગ કર્યો હતો.આપ ની ઈમાનદાર સરકાર જનતાની સમસ્યા ના નિવારણ માટે ઈમાનદારી થી કામ કરશે દિલ્હી મોડેલ તેની પ્રતીતિ છે.બીટીપી સાથે ના ગઠબંધનબાબતે હજુ વાટાઘાટો ના તબક્કા મા હોવાનું કહી વધુ કઈ કહેવાનું ટાળ્યું હતું.આ કાર્યક્ર્મ દરમ્યાન રિક્ષા યુનિયન ના પ્રમુખ સહિત અન્ય કેટલાયે લોકો એ આપ નો ખેસ ધારણ કર્યો હતો.

    અન્ય સમાચારો પણ છે…

    Post a Comment

    Previous Next

    نموذج الاتصال