Sunday, August 28, 2022

India vs Pakistan: પાકિસ્તાન પર હાર્દિક પંડ્યાનો કહેર, રિઝવાન, ઇફ્તિખાર, ખુશ્દીલને પેવેલિયનનો રસ્તો મપાવ્યો | India vs Pakistan: Hardik Pandya Attacks Pakistan Cricket Team, took wickets Mohammad Rizwan, Iftikhar Ahmed, Khushdil Shah Asia Cup 2022

હાર્દિક પંડ્યા (Hardik Pandya) એ પાકિસ્તાનને મુશ્કેલ સ્થિતીમાં મુકી દીધુ છે. 15 મી ઓવરમાં પાકિસ્તાનના સ્ટાર બેટ્સમેન મોહમ્મદ રિઝવાનને પણ પેવેલિયન તરફ પરત મોકલી દીધો હતો, આ સાથે જ મોટા સ્કોરની પાકિસ્તાનના સપનાઓ પર ટીમ ઈન્ડિયાએ પાણી ફેરવી દીધુ હતુ.

India vs Pakistan: પાકિસ્તાન પર હાર્દિક પંડ્યાનો કહેર, રિઝવાન, ઇફ્તિખાર, ખુશ્દીલને પેવેલિયનનો રસ્તો મપાવ્યો

Hardik Pandya એ કમાલનો સ્પેલ કર્યો

TV9 GUJARATI

| Edited By: Avnish Goswami

Aug 28, 2022 | 9:09 PM

હાર્દિક પંડ્યાએ રંગ જમાવી દીધો છે. કમાલની ઓવર વડે પાકિસ્તાનના સપનાઓ પર જાણે કે પાણી ફેરવી દીધુ છે. એશિયા કપ 2022 માં ભારત અને પાકિસ્તાન વચ્ચેની ટક્કરને લઈ છેલ્લા કેટલાક દિવસથી બંને ટીમો તૈયારીઓ કરી રહ્યુ હતુ. પાકિસ્તાનની ક્રિકેટ ટીમ તો સૌથી પહેલા દુબઈ પહોંચીને મહાજંગની તૈયારીઓ શરુ કરી દીધી હતી. પરંતુ પાકિસ્તાનના તમામ સપનાઓ પર મેદાનમાં બેટીંગ કરવા ઉતરતા જ ભારતીય બોલરોએ ચકનાચૂર કરી દીધા હતા. શરુઆત અનુભવી બોલર ભૂવનેશ્વર કુમારે કરી હતી. પરંતુ પાકિસ્તાનની કરોડરજ્જૂ તોડી પાડવાનુ કામ હાર્દિક પંડ્યાએ તેના કમાલના પ્રદર્શન વડે કર્યુ હતુ.

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.