વિજય દેવરકોંડાની (Vijay Deverakonda) લાઈગર (Liger) એક પાન ઈન્ડિયા ફિલ્મ છે. હિન્દીની સાથે સાથે આ ફિલ્મ તેલુગુ, તમિલ, મલયાલમ અને કન્નડ ભાષામાં પણ રિલીઝ થશે.
Vijay Deverakonda And Ananya Panday
વિજય દેવરકોંડાના (Vijay Deverakonda) તમામ ફેન્સની રાહ પૂરી થઈ ગઈ છે. આજે 25 ઓગસ્ટે વિજય દેવરકોંડા અને અનન્યા પાંડેની ફિલ્મ લાઈગર (Liger) થિયેટરોમાં રિલીઝ થવા જઈ રહી છે. ફેન્સ આ દિવસની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તમને જણાવી દઈએ કે આ ફિલ્મથી વિજય દેવરકોંડા બોલિવૂડમાં ડેબ્યૂ કરી રહ્યો છે. તો આ સાથે જ અનન્યા પાંડે તેની સાઉથની સફર પણ શરૂ કરશે. પરંતુ જો બોલિવૂડની છેલ્લી કેટલીક ફિલ્મોની વાત કરીએ તો તે બોક્સ ઓફિસ પર ખાસ કમાલ કરી શકી નથી. પરંતુ શું બોયકોટના ટ્રેન્ડ વચ્ચે લાઈગર સારી કમાણી કરી શકશે? આ રિપોર્ટ દ્વારા જાણો.
પહેલા દિવસે આટલી કમાણી કરી શકે છે લાઈગર
લાઈગર ફિલ્મનું નિર્માણ કરણ જોહર કરી રહ્યો છે. સાઉથ સ્ટાર વિજય દેવરકોંડાની સારી ફેન ફોલોઈંગ છે. આ દરમિયાન જો આપણે ફિલ્મ લાઈગરના પહેલા દિવસના કલેક્શનની વાત કરીએ તો, તે લગભગ 9 થી 10 કરોડની કમાણી કરે તેવી આશા છે. ફિલ્મનું બજેટ 90 કરોડની આસપાસ જણાવવામાં આવી રહ્યું છે. અલગ-અલગ ટ્રેડ રિપોર્ટ્સ મુજબ લાઈગર તમામ ભાષાઓમાં કુલ 18 થી 20 કરોડની કમાણી ઓપનિંગ ડે પર કરી શકે છે. 3 થી 5 કરોડની વચ્ચે હિન્દી ભાષામાં ક્લેક્શન કરી શકે છે. ફિલ્મના વર્લ્ડવાઈડ ગ્રોસ કલેક્શનની વાત કરીએ તો તે લગભગ 35 કે 40 કરોડની કમાણી કરી શકે છે.
બોલિવૂડ ફિલ્મો થઈ રહી છે ફ્લોપ
તમને જણાવી દઈએ કે છેલ્લા કેટલાક અઠવાડિયામાં રિલીઝ થયેલી બોલિવૂડ ફિલ્મો બોક્સ ઓફિસ પર ખાસ કમાલ બતાવી શકી નથી. અત્યાર સુધી રિલીઝ થયેલી તમામ ફિલ્મો ટિકિટ બારી પર ફ્લોપ સાબિત થઈ હતી. જો આપણે લાઈગર વિશે વાત કરીએ, તો તે એક પાન ઈન્ડિયા ફિલ્મ છે. હિન્દીની સાથે સાથે આ ફિલ્મ તેલુગુ, તમિલ, મલયાલમ અને કન્નડ ભાષામાં પણ રિલીઝ થશે. બોયકોટના ટ્રેન્ડને કારણે લાઈગરને હિન્દીમાં સંઘર્ષ કરવો પડી શકે છે. પરંતુ આ ફિલ્મ સાઉથમાં રેકોર્ડ તોડી શકે છે.
મીડિયામાં ચાલી રહેલા સમાચારો મુજબ વિજય દેવરકોંડાએ લાઈગર ફિલ્મ માટે લગભગ 20 થી 25 કરોડ રૂપિયા ચાર્જ કર્યા છે. આવી પરિસ્થિતિમાં જો તેની ડેબ્યૂ બોલિવૂડ ફિલ્મ સફળ થાય છે, તો તે તેની ફિલ્મની ફી પણ વધારી શકે છે. હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે વિજય દેવરકોંડાની ફિલ્મ બોલિવૂડમાં ધૂમ મચાવી શકે છે કે નહીં.