ગુજરાત ખારવા સમાજના આગેવાનો માછીમારોના વિવિધ પ્રશ્નો સાથે CMને મળવા પહોંચ્યા | Gujarat Kharwa Samaj leaders reached to meet CM with various queries of fishermen

પોરબંદર15 મિનિટ પહેલા

  • કૉપી લિંક

પોરબંદર સહિત ગુજરાત ખારવા સમાજના આગેવાનો દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે બેઠક યોજી હતી.જેમા ગુજરાત ખારવા સમાજના વિવિધ પ્રશ્નો અંગે મુખ્યમંત્રીને રજૂઆત કરવામા આવી હતી. આજ રોજ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના નિવાસ સ્થાને ગુજરાત સમસ્ત ખારવા સમાજના પ્રમુખ પવન શિયાળની આગેવાનીમા ભાજપ પ્રદેશ માછીમાર સેલના સંયોજક મહેન્દ્ર જુંગીની મધ્યસ્થીમા સમગ્ર ગુજરાત ખારવા સમાજના 15 જેટલા આગેવાનોની ટીમ મુખ્યમંત્રીને મળી હતી.

જેમાં માછીમારોની વિવિધ સમસ્યાઓનું નિવારણ લાવવા અંગે મુખ્યમંત્રી સાથે ખુબ જ સારી રીતે એક-એક મુદ્દાઓ અંગેની ચર્ચા-વિચારણા થઈ હતી,અને માછીમારોની સમસ્યાઓ અંગે રજૂઆત કરવામાં આવેલ હતી.રજૂઆત સાંભળ્યા બાદ મુખ્યમંત્રીએ ખાત્રી આપેલ હતી કે માછીમારોની સમસ્યાઓનો ઉકેલ વહેલામાં વહેલી તકે કરી આપવામાં આવશે સાથે જ પોરબંદર મત્સ્ય બંદર ખાતે અપગ્રેડેશનની કામગીરીમા ૬૧ કરોડ મંજૂર થયેલ છે તેનો વર્ક ઓર્ડર પણ તાત્કાલીક ઈસ્યુ કરવામાં આવશે. ત્યાર બાદ ફીશીરીઝ મંત્રી જીતુ ચૌધરીની મુલાકાત કરેલ હતી જેમાં ફીશીરીઝ મંત્રી જીતુ ચૌધરીએ માછીમારોના પ્રશ્નોનું નિવારણ ઝડપથી કરવા માટે વહીવટી કાર્ય માટે અધિકારીઓને સૂચના આપેલ હતી.

મુખ્યમંત્રી સાથે નીચે મુજબના મુદ્દાઓ અંગે કરાઈ ચર્ચા

  • માછીમારી હેતુ માટે બોટોમાં વરરાશમાં લેવામાં આવતું જ્યારે સરકાર માન્ય મંડળીઓનાં પંપ ઉપરથી ખરીદ કરવામાં આવતુ હોય છે તે ડીઝલનો ભાવ ગામ કરતા ૩.૬૦ અંદાજીત વધારે હોય તે તાત્કાલીક પરત ખેંચવા.
  • કોમન ડીઝલ પંપો કરવામાં આવે તો માચ્છીમારોને ધણી રાહતો થઈ શકે.
  • માચ્છીમારી હેતુ માટે વપરાશ કરવામાં આવતુ ડીઝલનો વાર્ષિક ક્વોટા છેલ્લા 30 વર્ષથી 21,000 લીટર અને 24,000 લીટર છે.જે અન્ય રાજ્યોમાં વાર્ષિક ક્વોટો 35,000થી 90,000 લીટર છે. તેથી અન્ય રાજ્યોની જેમ ગુજરાત રાજ્યનાં માચ્છીમારોને લાભ મળવો જોઈએ.
  • ઓ.બી.એમ હોડીઓનાં મશીન કેરોસીન તેમજ પેટ્રોલ એમ બન્નેથી ચાલે છે.ધણીવાર માચ્છીમારો કેરોસીન ન મળવાનાં કારણે વધારે પુરતા પેટ્રોલનો ઉપયોગ કરતા હોય છે.જેથી આવા નાના માચ્છીમારોને પેટ્રોલની ખરીદીમાં રાહત આપવામાં આવે તેવી વિનંતી છે.
  • ઓ.બી.એમ હોડીઓનાં મશીનની બાકી રહેતી સબસીડી વહેલી તકે ચૂકવવા અંગે.
  • જી.એમ.બી વિભાગની અંદર આવેલ મત્સ્ય હેતુનાં કામકાજનાં ધંધાર્થીઓને વીજ કનેકશન ન મળવાથી હેરાન પરેશાન થવુ પડે છે, માટે પી.જી.વી.સી.એલમાંથી જે પાર્ટીને સ્વખર્ચે લાઈટ.

અન્ય સમાચારો પણ છે…
Previous Post Next Post