ગુજરાતમા સીએનજીમાં ભાવવધારાની સાથે સાથે લમ્પી વાયરસનો કહેર પણ વધ્યો છે. આ સિવાય મોરબીમાં 10 કિલો ગાંજો જપ્ત કરાયો છે. દેશની વાત કરીએ તો સરકારે કહ્યું કે સમગ્ર દેશમાં ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) દ્વારા સુરક્ષિત તમામ સ્મારકો અને સ્થળોને 5 થી 15 ઓગસ્ટ સુધી મફત પ્રવેશ મળશે. વિદેશના સમાચારની વાત કરીએ તો પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં બુધવારે ઓછામાં ઓછા 10 સગીર વિદ્યાર્થીઓ પર બળાત્કાર કરવા બદલ મદરેસાના શિક્ષકની ધરપકડ કરવામાં આવી હતી. આ સહિતના મહત્ત્વના સમાચાર.
સસ્તા ઇંધણ CNGએ વાહનચાલકોને દઝાડયા
અમદાવાદમાં સસ્તા ઇંધણ સીએનજીએ વાહનચાલકોને દઝાડયા છે. જેમાં એક વર્ષમાં સીએનજીના ભાવમાં 40 ટકાથી વધુનો વધારો થયો છે. તેમાં જુલાઈ 2021માં સીએનજીનો પ્રતિકીલો ભાવ 55.30 રૂપિયા હતો. તથા ઓગષ્ટ 2022માં ભાવ 85.89 રૂપિયા પહોંચ્યો હતો.
મોરબીમાં SOG પોલીસે વાંકાનેરમાં દરોડો પાડી 10 કિલો ગાંજા જપ્ત કર્યો
મોરબીમાં નશીલા પદાર્થોનું વેચાણ વધતા સતર્ક બનેલી એસઓજી ટીમે વાંકાનેર લક્ષ્મીપરામાં દરોડો પાડી 10 કિલોગ્રામ ગાંજા સાથે એક મહિલા અને એક પુરુષને ઝડપી લઈ ગાંજો સપ્લાય કરનાર છ શખ્સોના નામ ખોલાવી ગાંજા વેચાણનું નેટવર્ક ખુલ્લું પાડી કુલ 1,18,200નો મુદામાલ કબ્જે કરી એનડીપીએસ એકટ મુજબ વાંકાનેર સીટી પોલીસ મથકમાં ગુન્હો દાખલ કરાવ્યો છે.
લમ્પી સ્કિન રોગના કારણે મોબાઈલ પશુ દવાખાનામાં ફોનનો 3 ગણો વધારો
હાલ પશુઓમાં લમ્પી સ્કિન રોગના ફેલાવાના કારણે સમગ્ર જિલ્લામાં પશુ સારવાર માટે કાર્યરત મોબાઈલ પશુ દવાખાના 1962 કોલમાં ત્રણ ગણા વધારા સાથે રોજના 400 જેટલા કોલ આવતા હોવાનું કોઓર્ડીનેટર રમેશ સોયાએ જણાવ્યું છે.
સુરતમાં હર ઘર તિરંગા માટેની પદયાત્રા શરૂ, CM અને ગૃહરાજ્યમંત્રીએ ભાગ લીધો
સુરતમાં આજે હર ઘર તિરંગા માટેની પદયાત્રા શરૂ કરવામાં આવી છે. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પદયાત્રામાં ભાગ લીધો છે. લાલભાઈ કોન્ટ્રાકટર સ્ટેડિયમથી કારગિલ ચોક સુધી પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.
M.S યુનિવર્સિટી ખાતે આજથી T.Y B.COMના વર્ગો શરૂ થશે
એમ એસ યુનિવર્સિટીની સૌથી મોટી ફેકલ્ટી ઓફ કોમર્સ ખાતે આવતીકાલથી ટી વાય બી કોમના વર્ગો શરૂ કરાનાર છે. વર્ગો શરૂ થતાં પહેલાં આજે ફેકલ્ટીમાં ટીચર્સની બેઠક યોજાઈ હતી.
સંખેડા તાલુકાના લોટિયા ચોકડી પાસે પિકઅપ ગાડીનું ટાયર ફાટતા એકનું મોત
ઘટનાના પગલે રસ્તાની ધારે મરચાની થેલીઓ પથરાઇ હતી. કુક્ષીથી સાંજે આશરે પાંચેક વાગ્યાના સુમારે સુનિલ હજરુંસિંગ નિગમ તેની સાથે રાકેશ બગેલ મરચાં ભરેલી પિકઅપ ગાડી લઈને અમરેલી માર્કટમાં વેચવા જતા હતા.
સ્વતંત્રતા દિવસ પહેલાં સરકારનો નિર્ણય, 5થી15 ઑગસ્ટના આ સ્થળો પર ફ્રી એન્ટ્રી
કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રાલયે બુધવારે જાહેરાત કરી હતી કે સમગ્ર દેશમાં ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) દ્વારા સુરક્ષિત તમામ સ્મારકો અને સ્થળોને 5 થી 15 ઓગસ્ટ સુધી મફત પ્રવેશ મળશે.
ચીન સરહદ નજીક ભારત અને અમેરિકાની સેનાઓ કરશે યુદ્ધાભ્યાસ
ચીનની સરહદ (LAC) પર તણાવ વચ્ચે ભારતીય અને અમેરિકન સૈન્ય ઓક્ટોબરમાં ઉત્તરાખંડના ઔલીમાં સૈન્યાભ્યાસ કરશે. ભારત અને અમેરિકાની સેનાઓ વચ્ચે સૈન્ય અભ્યાસની આ 18મી આવૃત્તિ છે.
‘રંગીન મિજાજી’ મૌલવી…બાળકોને રૂમમાં લઇ જતો અને કરતા ખરાબ કામ
પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં બુધવારે ઓછામાં ઓછા 10 સગીર વિદ્યાર્થીઓ પર બળાત્કાર કરવા બદલ મદરેસાના શિક્ષકની ધરપકડ કરવામાં આવી હતી.
યુદ્ધના ભણકારા! તાઇવાનની નાકાબંધી કરી ચીને શરૂ કર્યો સૌથી મોટો સૈન્યાભ્યાસ
યુએસ સેનેટ સ્પીકર નેન્સી પેલોસી પરત ફરતાની સાથે જ ચીને તાઈવાનની નાકાબંધી કરી દીધી છે. એટલું જ નહીં ચીને તાઈવાનને અડીને આવેલા વિસ્તારોમાં સૈન્ય અભ્યાસ પણ શરૂ કરી દીધો છે.
પાક. નેતા બન્યા આક્રમક, લાઇવ ટીવીમાં જ થૂક્યા, જાણો કેમ?
પાકિસ્તાનના પૂર્વ ગૃહમંત્રી શેખ રાશિદે હવે એક નવા કારણથી સોશિયલ મીડિયા પર પ્રભુત્વ જમાવ્યું છે. રાશિદનો એક વીડિયો ટ્વિટર પર વાયરલ થઈ રહ્યો છે.
તાઇવાનમાં ફસાઇ દુનિયા, અઝરબૈજાને આર્મીનિયા પર કરી બોમ્બવર્ષા
ચીન અને તાઈવાન વચ્ચે ચાલી રહેલા તણાવ અને યુદ્ધના ખતરાની વચ્ચે વિશ્વના અન્ય બે દેશોમાં યુદ્ધ શરૂ થઈ ગયું છે. અઝરબૈજાન અને આર્મેનિયા વચ્ચે ફરી એકવાર તણાવ શરૂ થયો છે.