ગોધરામાં કોંગ્રેસની સમીક્ષા બેઠકમાં દિગ્ગજ નેતાઓની હાજરીમાં કાર્યકરો બાખડ્યા; સમજાવટ બાદ મામલો થાળે પડ્યો | Congress review meeting in Godhra attended by veteran leaders; After persuasion the matter was settled

પંચમહાલ (ગોધરા)એક કલાક પહેલા

ગોધરા 126 વિધાનસભા ક્ષેત્રની કોગ્રેસ પક્ષની મહત્વની સમીક્ષા બેઠકનું આયોજન લુહાર સુથારની વાડી ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં એઆઈસીસી અને મધ્ય ગુજરાત કોંગ્રેસ પક્ષના નિરીક્ષક ઉષા નાયડુ, પંચમહાલ લોકસભાના એઆઈસીસી નિરીક્ષક તારાચંદ ભગોરા, ચિરાગભાઈ શેખ મહામંત્રી પીસીસી તથા પંચમહાલ કોંગ્રેસ પક્ષના પ્રમુખ અજીતસિંહ ભાટી પ્રદેશ કોંગ્રેસના અગ્રણી સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ સમીક્ષા બેઠકમાં જિલ્લા અને તાલુકા કક્ષાએથી બહોળા પ્રમાણમાં કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં દરેક કાર્યકરો સાથે ચુંટણીલક્ષી, સંગઠનાત્મક કામગીરી, બુથ મેનેજમેન્ટનું આયોજન, જનમિત્રો કેટલા બનાવ્યા તેની પૂછપરછ કરવામાં આવી હતી. ત્યારે જિલ્લા અને તાલુકામાંથી આવેલા જન મિત્રોને પ્રશ્નોત્તરી દરમિયાન વિધાનસભા ઉમેદવારને લઈ બોલાચાલી થઈ હતી. જેમાં જન મિત્રો અને કાર્યકરો પોતાના ઉમેદવારને લઈ સામસામે આવી ગયા હતા અને હોબાળો મચાવ્યો હતો.

બંન્ને કાર્યકરો વચ્ચે જાહેરમાં વિરોધ કરવા બાબતે બોલાચાલી
ગોધરાના લુહાર સુથારની વાડીમાં આજે બુધવારના રોજ બપોરના 12 કલાકે એઆઈસીસી અને મધ્ય ગુજરાત કોંગ્રેસ પક્ષના નિરીક્ષક ઉષા નાયડુની ઉપસ્થિતિમાં કોંગ્રેસ પક્ષની મહત્ત્વની સમીક્ષા બેઠક યોજાઈ હતી. જેમાં દરેક તાલુકા અને જિલ્લા મથકના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને ચુંટણીલક્ષી સંગઠનાત્મક કામગીરી બુથ મેનેજમેન્ટ જન મિત્રો વગેરે બાબતે ખુલ્લા મંચ ઉપર પ્રશ્નોત્તરી કરવામાં આવી હતી. ત્યારે દરેક કાર્યકરો અને જનમિત્રો પોત પોતાના વિસ્તારમાં કોગ્રેસ અને કોગ્રેસના ઉમેદવાર કેવા પ્રકારની કામગીરી કરી રહ્યા છે તેની ચર્ચાઓ ચાલી રહી હતી. ત્યારે એક લઘુમતી સમાજના યુવાને જાહેરમાં ગોધરાના માજી ધારાસભ્ય રાજેન્દ્રસિંહ પરમારૃનો ખુલ્લામાં વિરોધ કર્યો હતો. ત્યારે તેમાંથી બેઠેલા એક કાર્યકરે જણાવ્યું હતું કે આ કોંગ્રેસ પક્ષની મહત્ત્વની સમીક્ષા બેઠક કોઈ ઉમેદવાર વિશે નથી અને આમ જાહેરમાં કોઇપણ વ્યક્તિનું નામ લઈ જાહેરમાં વિરોધ કરવો યોગ્ય ન કહેવાય. એવું કહેવાની સાથે જ બંન્ને કાર્યકરોમાં બોલાચાલી થઈ હતી. ત્યારે પંચમહાલ જિલ્લાના કોંગ્રેસના પ્રમુખ અજીતસિંહ ભાટીએ દરેક કાર્યકરોને બે હાથ જોડીને બેસી શાંતિથી બેસવા કહ્યું હતું.

અંતે સમજાવટ બાદ મામલો થાળે પડ્યો
જ્યારે એઆઈસીસી અને મધ્ય ગુજરાત કોંગ્રેસ પક્ષના નિરીક્ષક ઉષા નાયડુ બૂમો પાડતા રહ્યા પરતું કોઈ કાર્યકરો એ સાંભળ્યું ન હતું. ત્યારે ચિરાગભાઈ શેખે જાહેરમાં માઇક લઈ કીધું હતું કે આ મિટિંગ કોઈ વ્યક્તિગત વિરોધ કરવાની મિટિંગ નથી. જે લઘુમતી સમાજના યુવાન હતા તેને પોતાના સમાજના લોકોને સમજાવટ કરી લઈ જતા નજરે પડ્યા હતા, અંતે સમજાવટ બાદ મામલો થાળે પડ્યો હતો.

ત્રણ દિવસના પ્રવાસ દરમિયાન અમે દરેક કાર્યકરોની સાથે મુલાકાત કરીશું – ઉષા નાયડું
ત્યારે એઆઈસીસી અને મધ્ય ગુજરાત કોંગ્રેસ પક્ષના નિરીક્ષક ઉષા નાયડુએ જણાવ્યું હતું કે પંચમહાલ જિલ્લાના વિધાનસભા બેઠક પર અમે ત્રણ દિવસના પ્રવાસ દરમિયાન અમે દરેક કાર્યકરોની સાથે મુલાકાત કરીશું. આગામી ત્રણ મહિના દરમિયાન ગુજરાત સરકાર દ્વારા જે પ્રજાને તકલીફ પડી રહી છે તે અંગે કાર્યકરોને મોટિવેશન આપી ગુજરાતના દરેક મુદ્દાઓને લઈને અમારા દરેક કાર્યકરો જાહેરમાં આવશે. ઉપરાંત લોક સંપર્ક કરી દરેકના પ્રશ્નો અંગે ચર્ચા કરી રોડ મેપ તૈયાર કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે…
أحدث أقدم