સોજીત્રાના ડાલા પાસે અકસ્માત સર્જનાર ધારાસભ્યના જમાઇ કેતન પઢીયારના જામીન કોર્ટે ફગાવ્યાં, અકસ્માતમાં છ લોકોના મોત થયા હતા | Court rejects bail of MLA's son-in-law Ketan Padhiyar who caused an accident near Dala in Sojitra, six people died in the accident

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • Court Rejects Bail Of MLA’s Son in law Ketan Padhiyar Who Caused An Accident Near Dala In Sojitra, Six People Died In The Accident

આણંદ32 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • આરોપી કાયદાના જાણકાર હોવા છતાં નશો કરી વાહન ચલાવ્યું જે મોટી લાપરવાહી કહી શકાય: સરકારી વકીલ

સોજીત્રાના ડાલી ગામ પાસે રક્ષાબંધનના દિવસે થયેલા ત્રિપલ અકસ્માતમાં છ વ્યક્તિના કમકમાટીભર્યા મોત નિપજ્યાં હતાં. આ ઘટનામાં પોલીસે સોજિત્રા ધારાસભ્યના જમાઈની સોમવારના રોજ ધરપકડ કરવામાં આવી હતી. જેને કોર્ટમાં રજુ કરવામાં આવ્યો હતો. જ્યાં કોર્ટે ઘટનાની ગંભીરતાના પગલે તેના જામીન ફગાવતાં જેલ હવાલે કરવામાં આવ્યો છે.

માનવ વધ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો હતો
સોજીત્રા તાલુકાના ડાલી ગામ પાસે રક્ષાબંધનના દિવસે ત્રિપલ અકસ્માતમાં માતા અને બે પુત્રી સહિત છ વ્યક્તિના મોત નિપજ્યાં હતાં. આ બનાવને પોલીસે ગંભીરતાથી લઇ નશો કરી કાર હંકારતા કાર ચાલક સોજિત્રા ધારાસભ્યના જમાઇ અને એડવોકેટ કેતન પઢીયાર સામે માનવ વધ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી સોમવારના રોજ ધરપકડ કરી હતી.
કેતન પઢીયારને ખંભાત જેલહવાલે કરવા આદેશ
આ ધરપકડ બાદ મંગળવારના રોજ એડવોકેટ કેતન પઢિયારને કોર્ટમાં રજુ કરવામાં આવ્યો હતો. જ્યાં સરકારી વકિલ જીગ્નેશ ભટ્ટે ધારદાર દલીલ કરી હતી કે કેતન પઢિયાર વ્યવસાયે વકિલ છે. કાયદાના જાણકાર હોવા છતાં તેઓએ નશો કરી વાહન ચલાવ્યું હતું. જે મોટી લાપરવાહી કહી શકાય. આ દલીલ ન્યાયધિશે ગ્રાહ્ય રાખી તેના જામીન ફગાવ્યાં હતાં અને કેતન પઢીયારને ખંભાત જેલહવાલે કરવા આદેશ કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, કેતન પઢિયારે પોતાના જામીન નામંજુર થતાં પોતાને થયેલી ઇજાનું કારણ આગળ ધરી તબીબી સારવાર માંગી હતી. આથી, કોર્ટે તેમને જેલમાં જ ડોક્ટરની વિઝિટ અંગે આદેશ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે…
أحدث أقدم