Saturday, August 13, 2022

જાહ્નવી અને ખુશીએ બર્થ ડે પર માતા શ્રીદેવીને કરી યાદ, ઈન્સ્ટાગ્રામ પર લખ્યો ઈમોશનલ મેસેજ | Daughters Janhvi and Khushi Kapoor shared precious memories on Sridevi s birthday

featured image

બોલિવૂડની જાણીતી એક્ટ્રેસ શ્રીદેવીની (Sridevi) આજે બર્થ એનિવર્સરી છે. આ અવસર પર તેમની બંને દીકરીઓ જાહ્નવી અને ખુશીએ તેમની માતાને યાદ કરી છે.

બોલિવૂડની જાણીતી એક્ટ્રેસ શ્રીદેવીનો (Sridevi) આજે જન્મદિવસ છે. શ્રીદેવીનો જન્મ 13 ઓગસ્ટ 1963ના રોજ થયો હતો. તમને જણાવી દઈએ કે શ્રીદેવીએ બહુ ઓછા સમયમાં નામ અને પ્રસિદ્ધિ મેળવી હતી. હિન્દી સિનેમા જગતમાં શ્રીદેવીનું નામ ટોપ એક્ટ્રેસમાં લેવામાં આવતું હતું. પરંતુ 24 ફેબ્રુઆરી 2018ના રોજ શ્રીદેવીએ આ દુનિયાને અલવિદા કહી દીધું હતું. પુત્રી જાહ્નવી કપૂરની ડેબ્યુ ફિલ્મ તેના મૃત્યુના એક મહિના બાદ રિલીઝ થવાની હતી. આ દરમિયાન શ્રીદેવીની પુત્રી જાહ્નવી કપૂર (Janhvi Kapoor) અને ખુશી કપૂરે તેમની માતા સાથે તેમની થ્રોબેક તસવીર શેર કરી છે.

જાહ્નવી કપૂર માતા શ્રીદેવીને કરી યાદ

શ્રીદેવીના જન્મદિવસ પર બોલિવૂડના તમામ સેલેબ્સ પણ તેમને યાદ કરી રહ્યા છે. આ દરમિયાન પુત્રી જાહ્નવી કપૂરે તેની માતા સાથેનો એક ફોટો શેર કર્યો છે. આ સાથે તેણે એક ઈમોશનલ મેસેજ પણ પોસ્ટ કર્યો છે. એક્ટ્રેસ જાહ્નવીએ શ્રીદેવી સાથે એક જૂની તસવીર શેર કરી છે. આ ફોટોમાં દિવંગત એક્ટ્રેસ શ્રીદેવી તેની પુત્રી જાહ્નવી કપૂરને ગળે લગાવતી જોવા મળે છે. શ્રીદેવીએ ફોટામાં પિંક કલરની સાડી પહેરી છે. તો એ જ ફોટોમાં નાની જાહ્નવી કપૂરે વાદળી રંગનો ડ્રેસ પહેર્યો છે. ફોટો સાથે કેપ્શન આપતા જાહ્નવી કપૂરે લખ્યું- હેપ્પી બર્થ ડે મમ્મા, હું તમને દરરોજ વધુ યાદ કરું છું. હું તમને હંમેશા પ્રેમ કરીશ.

જુઓ પોસ્ટ

જાહ્નવી કપૂર સિવાય તેની બહેન ખુશી કપૂરે પણ તેની માતા શ્રીદેવીને યાદ કરી છે. તેણે તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર તેની માતા સાથેની તસવીર શેર કરી છે.

કરિયરમાં આપી છે હિટ ફિલ્મો

એક્ટ્રેસ શ્રીદેવીએ પોતાની ફિલ્મ સફરની શરૂઆત ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે કરી હતી. સાઉથ સિનેમાથી તેના કરિયરની શરૂઆત થઈ હતી. શ્રીદેવીએ ફિલ્મ ‘સોલવા સાવન’થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. આ ફિલ્મમાં તેની સાથે જીતેન્દ્ર જોવા મળ્યો હતો. તેણે આ સિવાય ‘મિસ્ટર ઈન્ડિયા’, ‘ખુદા ગવાહ’, ‘મોમ’ અને ‘ઈંગ્લિશ વિંગ્લિશ’ અને ‘ચાંદની’ જેવી ઘણી હિટ ફિલ્મોમાં કામ કર્યું હતું. તેની પુત્રી જાહ્નવી કપૂરે વર્ષ 2018 માં ફિલ્મ ‘ધડક’થી ડેબ્યૂ કર્યું હતું.