Monday, August 8, 2022

અમરેલીના આરોગ્ય કર્મચારીઓ રાજ્યવ્યાપી હડતાળમાં જોડાયા, DDOને આવેદનપત્ર પાઠવ્યું | Health workers of Amreli joined the state-wide strike, submitted a petition to the DDO

અમરેલી21 મિનિટ પહેલા

  • પડતર પ્રશ્નોનો ઉકેલ ન આવે ત્યાં સુધી હડતાળ ચાલુ રાખવાની ચીમકી

ગુજરાત રાજ્યમાં આરોગ્ય કર્મચારીઓ અચોકક્સ મુદત સુધી હડતાળ ઉપર આજથી ઉતરી ગયા છે. ત્યારે ગ્રેડ પે સહિતના વિવિધ પડતર પ્રશ્નો અંગે સરકારમાં આરોગ્ય કર્મચારી મંડળ દ્વારા વાંરવાર રજૂઆતો કરાય હતી પરંતુ તેમની માંગ મુજબ કોઈ નિર્ણય લેવાયા નથી જ્યારે ગાંધીનગર ખાતે અગાવ અનેક વખત બેઠકો કરી રજૂઆતો કરાય હતી અને સરકાર સામે આજથી મોરચો માંડ્યો છે.

આજથી અમરેલીમાં પણ હડતાળ શરૂ
આજથી અચોક્કસ મુદત સુધી અમરેલી જિલ્લા આરોગ્ય કર્મચારીઓ હડતાળ ઉપર ઉતરી ગયા છે. જેમાં એમ.પી.એચ.ડબ્લ્યુ,એફ.એચ,ડબ્લ્યુ તેમજ સુપરવાઇઝર સહિત કર્મચારીઓ હડતાળ ઉપર ઉતર્યા છે. આજે મોટી સંખ્યામાં કર્મચારીઓ જિલ્લા પંચાયત કચેરી હેઠળ એકઠા થયા અને ઉગ્ર સુત્રોચાર કર્યા હતા અને સરકાર સામે નારાજગી દર્શાવી હતી. જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપી રજૂઆતો કરી જ્યારે આજથી હડતાળ શરૂ થયાની લેખિતમાં જાણ પણ કરી દેવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે…

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.