મહેસાણાના ધરોઈ ડેમમાં ઉપરવાસમાં ભારે વરસાદથી ભરપૂર પાણીની આવક, ફરી સાબરમતી નદીમાં પાણી છોડાશે | Dharoi Dam in Mehsana receives water from heavy rain upstream, will again release water into Sabarmati River

મહેસાણા9 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • ડેમમાંથી ગમે તે સમયે 20,000 ક્યુસેક પાણી છોડવામાં આવશે
  • મહેસાણા, ​​​​​​​સાબરકાંઠા,બનાસકાંઠા,ગાંધીનગર સહિતના કલેક્ટરને જાણ કરાઈ

મહેસાણા જિલ્લામાં આવેલા ધરોઈ ડેમના ઉપરવાસમાં ચારેક દિવસ અગાઉ પડેલા વરસાદને કારણે ધરોઈ ડેમ પાણીથી છલકાઈ રહ્યો છે. બે દિવસ અગાઉ ડેમમાં ભરપૂર પાણીની આવક થતા સાબરમતી નદીમાં પાણીનો જથ્થો છોડી દેવામાં આવ્યો હતો. ત્યારે આજે ફરીવાર ઉપરવાસમાં થયેલા વરસાદને કારણે એકાએક પાણીની આવક ડેમમાં વધુ પ્રમાણમાં થઈ રહી છે. આજે સાંજ બાદ ગમે તે સમયે ધરોઈ ડેમનું પાણી સાબરમતી નદીમાં છોડી દેવામાં આવશે.
​​​​​​​ડેમમાં પાણીનો જથ્થો 88.47% જેટલો
તંત્ર દ્વારા ફરી એકવાર એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને જણાવવામાં આવ્યું છે કે, ધરોઈ ડેમ પર આજે પાણીનો જથ્થો 88.47% જેટલો થતા હાલમાં ધરોઈ ડેમ 619 ફૂટ ભરાયેલો છે ત્યારે આગામી સમયમાં જળાશયમાં વરસાદને પગલે ડેમમાં પાણી વધતા પાણીની સપાટી વધવાની શકયતા છે જેણે લઇ પાણીની આવકને ધ્યાનમાં રાખી આજે સાંજે 7 કલાક બાદ 20,000 ક્યુસેક પાણીનો જથ્થો સાબરમતી નદીમાં છોડવામાં આવશે જેને લઇ મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા અને આણંદના કલેક્ટરોને જાણ કરાઇ છે. આ જિલ્લાઓને પાણી છોડવા મામલે એલર્ટ કરાયા છે.

અન્ય સમાચારો પણ છે…
أحدث أقدم