મહેસાણા10 મિનિટ પહેલા
- કૉપી લિંક
- ભરાયેલા કુલ 22 ઉમેદવારી ફોર્મની આજે ચકાસણી કરી માન્ય, અમાન્યની યાદી જાહેર થશે
મહેસાણા જિલ્લા સહકારી સંઘની ચૂંટણીમાં ગુરુવારે ફોર્મ ભરવાના અંતિમ દિવસે 8 ઉમેદવારોએ ઝંપલાવતા કુલ 22 ઉમેદવારી ફોર્મ થયા છે. આ તમામ ભરાયેલા ઉમેદવારી ફોર્મની પ્રાંન્ત અધિકારી કચેરીએ શુક્રવારે ચકાસણી કરીને માન્ય, અમાન્ય ઉમેદવારીની યાદી જાહેર કરવામાં આવશે.
જિલ્લા સહકારી સંઘની ચૂંટણીમાં 15 બેઠક માં કુલ 22 ઉમેદવારી ફોર્મ ભરાયા છે.જેમાં કો.ઓપ ક્રેડીટ સોસાયટીઝમાં એક જ ઉમેદવાર હોઇ બેઠક બિનહરીફ થશે.નાગરીક સહકારી બેંક વિભાગની એક બેઠક સામે બે ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે.જિલ્લા કક્ષા વિભાગની બે બેઠક સામે ત્રણ ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે.
જ્યારે તાલુકાદીઠ પ્રતિનિધિઓની કુલ 10 બેઠકમાં 16 ઉમેદવારોએ ઝંપલાવ્યુ છે.આ ઉપરાંત વ્યક્તિ પ્રતિનિધીની એક બેઠકમાં ત્રણ મતદાર છતાં એકપણ ઉમેદવારી ન થતાં આ બેઠક ખાલી રહેશે. હવે શુક્રવારે સવારે 11 વાગ્યે ચૂંટણી અધિકારી દ્વારા ઉમેદવારીપત્રોની ચકાસણી કરાશે અને અંતે માન્ય ઉમેદવારીપત્રોની યાદી પ્રસિધ્ધ કરાશે. ત્યારપછી 8 ઓગસ્ટ સુધી ઉમેદવારી પરત ખેચવાની અંતિમ અવધીએ હરીફ ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થશે.
છેલ્લા દિવસે આમણે ઉમેદવારી નોંધાવી
જિલ્લાકક્ષા વિભાગમાં મહેસાણા જિલ્લા ખાદી ગ્રામોદ્યોગ સહકારી સંઘ લીના રમેશભાઇ પટેલ,મહેસાણા જિ.ખેડૂત સિંચાઇ કૃષિ ઉત્પાદન કરનાર ખેડૂતોનો ઉત્પન્ન કરેલ માલ ખરીદીને વેચી આપનાર સહકારી સંઘમાંથી મહાદેવભાઇ ચૌધરી, ધી મહેસાણા ડિસ્ટ્રીક્ટ સેન્ટ્રલ કો.ઓપ કન્ઝયુમર્સ ફેડરેશનમાંથી પોપટલાલ પટેલ તેમજ તાલુકા વિભાગમાંથી ધી યોગી કપાસ રૂ ઉત્પાદકોની સહકારી મંડળી કડીના રાજેન્દ્રકુમાર પટેલ, સુરજ સેવા સહકારી મંડળીના ગોવિંદભાઇ પટેલ,રણાસણ સેવા સહકારી મંડળીના રમેશભાઇ પટેલ,કુડા સેવા સહકારી મંડળીના શંકરભાઇ ચૌધરી અને લીંચ સેવા સહકારી મંડળીના પ્રહલાદભાઇ પટેલનો સમાવેશ થાય છે.