Home »
Breaking News
,
Gujarati
,
India News
,
Latest news
,
Today news
,
trending
» Elon Muskની એક્સ ગર્લફ્રેન્ડ વેચવા જઈ રહી છે અંગત ફોટા, ચોંકાવનારું કારણ આવ્યુ સામે | Elon Musk ex girlfriend is going to sell secret photos the reason will be astonishing
દુનિયાના સૌથી અમીર વ્યક્તિ અને ટેસ્લાના CEO ઈલોન મસ્ક હંમેશા પોતાની સોશિયલ લાઈફને લઈને અનેકવાર ચર્ચામાં રહે છે. તેના દ્વારા શેયર કરવામાં આવેલા ફોટો દરરોજ વાયરલ થતા રહે છે. હાલના દિવસોમાં પણ તેની કોલેજ સમયની તસવીરો ચર્ચામાં છે. આવા અનેક ફોટોની હરાજી કરવાનો નિર્ણય તેની એક્સ ગર્લફ્રેન્ડ જેનિફર ગ્વિને લીધો છે.
આ તમામ ફોટો 20ના દાયકાના છે. તેની એક્સ ગર્લફ્રેન્ડ તેના પુત્રના ભણતરનો ખર્ચ ઉઠાવવા માટે આ ફોટા વેચી રહી છે. આ ફોટા ઓક્શન હાઉસ ‘રેકશન’ની વેબસાઈટ પર હરાજી માટે મુકવામાં આવ્યા છે. જેની બોલી 15 સપ્ટેમ્બર સુધી થશે.
આ હરાજીમાં લગભગ 20 વસ્તુઓ મુકાવાની છે, જેમાં તેમના ફોટા, મસ્ક દ્વારા હસ્તાક્ષર કરાયેલ $1નું બિલ અને એલન તરફથી તેને મળેલી ભેટોનો સમાવેશ થાય છે.
ઈલોન મસ્કએ 1994માં જેનિફરને તેના જન્મદિવસ પર સોનાનો હાર ગિફ્ટ કર્યો હતો, જે હવે તે વેચી રહી છે. અત્યાર સુધીમાં 8 લોકોએ તેના માટે બોલી લગાવવાની તૈયારી દર્શાવી છે. જેનિફર ગ્વિને, એલોન મસ્કના હસ્તાક્ષરવાળા ડોલર પણ રાખ્યા છે. અત્યારે તેની કિંમત 193044.61 રૂપિયા થઈ ગઈ છે.
1994 માં એલોન મસ્ક અને જેનિફર, પેન્સિલવેનિયા યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી વખતે એકબીજાને ડેટ કરતા હતા.. બંનેનો સંબંધ લગભગ 1 વર્ષ સુધી ચાલ્યો. જેનિફર ગ્વિન હાલમાં તેના પતિ અને સાવકા પુત્ર સાથે સાઉથ કેરોલિનામાં રહે છે. આ હરાજી અંગે જેનિફરનું કહેવું છે કે, તે તેને માત્ર એટલા માટે વેચી રહી છે જેથી તે તેના પુત્રના ભણતર માટે પૈસા એકઠા કરી શકે.