الأربعاء، 31 أغسطس 2022

પાટણ શહેર બી ડિવિઝનના પીઆઇ શક્તિસિંહ ગોહિલનો વિદાય અને સન્માન સમારોહ યોજાયો | Farewell and felicitation ceremony of PI Shaktisinh Gohil of Patan City B Division was held

પાટણ17 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • વિદાય લઈ રહેલા શક્તિસિંહ ગોહિલને શ્રીફળ, સાકર તેમજ મોમેન્ટો આપી

પાટણ શહેર બી ડિવિઝન પોલીસ મથકના પી આઇ શક્તિસિંહ ગોહિલની બનાસકાંઠા જિલ્લામાં બદલી થતા મંગળવારના રોજ રાત્રે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પી.આઈ શક્તિસિંહ ગોહિલનો વિદાય અને સન્માન સમારંભ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

પ્રગતિની શુભેચ્છાઓ પાઠવી
આ પ્રસંગે ઉપસ્થિત રાજકીય અગ્રણી શૈલેષભાઈ પટેલ, મુકેશભાઈ પટેલ, મનોજભાઈ પટેલ તેમજ સરકારી વકીલ શૈલેષભાઈ ઠક્કર, એમ.ડી. પંડ્યા સહિતના મહાનુભાવો તેમજ એલસીબી, એસઓજી, બી ડિવિઝન, એ ડિવિઝન, ચાણસ્મા પોલીસ સ્ટાફના અધિકારીઓ કર્મચારીઓ દ્વારા વિદાય લઈ રહેલા શક્તિસિંહ ગોહિલને શ્રીફળ સાકર તેમજ મોમેન્ટો આપીને શુભકામનાઓ પાઠવી હતી અને પી.આઈ શક્તિ ગોહિલે ચાણસ્મા તેમજ પાટણ શહેરમાં છેલ્લા ત્રણ વર્ષ ખૂબ જ સુંદર રીતે પોતાની જવાબદારી સંભાળી હતી અને હવે બનાસકાંઠામાં પણ તેઓ શારી કામગીરી કરી લોકોને મદદરૂપ બને અને ઉતરોતર પ્રગતિ કરે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.

મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા
વિદાય લઇ રહેલા શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, પી.આઈનું પ્રમોશન મળ્યા બાદ પ્રથમ પોલીસ સ્ટેશન ચાણસ્મા ખાતે ચાર્જ સાંભળ્યો હતો અને 17 થી 18 મહિના જેટલી કામગીરી કર્યા બાદ પાટણ બી ડી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ચાર્જ સોંપવામાં આવ્યો હતો. છેલ્લા 12 -13 મહિનાથી તેઓ પાટણ શહેરમાં કામગીરી સંભાળી રહ્યા હતા .ત્યારે આ સમયગાળામાં તેમને તેમના પોલીસ અધિકારીઓ પોલીસ સ્ટેશનનો સ્ટાફ તેમજ ચાણસ્મા પોલીસ સ્ટેશન સ્ટાફ અને લોકો દ્વારા ખૂબ જ સાથ અને સહકાર મળ્યો હતો .તેના કારણે તેમને કામગીરીમાં સારી એવી સફળતા મળી હતી. તે બદલ સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો હતો .આ પ્રસંગે નિવૃત્ત થઈ રહેલા શક્તિસિંહ ગોહિલના વિદાય સમારંભમાં તેમના માતા પિતા સહિત પોલીસ સ્ટાફના અધિકારીઓ અને સોસાયટીના રહીસો મોટી સંખ્યામાં ઉપસ્થિત થયા હતા અને પી આઇ ગોહિલ ને વિદાય આપી હતી.

અન્ય સમાચારો પણ છે…

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.