કુંડલામાં વીજ કચેરીએ ખેડૂતોનો હલ્લાબોલ, ભેંકરામાં ખેતીવાડીની વીજળી આપવાની માંગ | Farmers' uproar at the power office in Kundla, demand to provide electricity to farms in Bhenkara

સાવરકુંડલા33 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • વાવાઝોડાને એક વર્ષ થયું છતાં હજુ વીજળીમાં ધાંધિયા

તાઉતે વાવાઝોડાને એક વર્ષનો સમય વિતી ગયો હોવા છતા વિજ તંત્ર દ્વારા ખેતીવાડી વિજળીમા ધાંધીયા કરવામા આવી રહ્યાં હોય આજે સાવરકુંડલાના ભેકરા ગામના ખેડૂતોએ સાવરકુંડલા વિજ કચેરીમા હલ્લાબોલ કરી ખેતીવાડી વિજ પુરવઠો આપવાની માંગ કરી હતી. સાવરકુંડલા તાલુકાના ભેકરામા ખેડૂતોને વિજ તંત્ર દ્વારા ખેતીવાડી વિજ પુરવઠો પુરતો આપવામા આવી રહ્યો ન હોય અને અનેક વખત લેખિત અને મૌખિક રજુઆત બાદ પણ કોઇ ઉકેલ આવતો ન હોય આજે સરપંચ સહિત ખેડૂતો સાવરકુંડલા વિજ કચેરીએ દોડી ગયા હતા અને હલ્લાબોલ કર્યો હતો.

ખેડૂતોએ અહી જણાવ્યું હતુ કે આઠ કલાક પુરતી વિજળી મળતી નથી જેના કારણે મુશ્કેલી પડી રહી છે. અહી ખેડૂતોએ હલ્લાબોલ કરતા વિજ અધિકારીએ ફરી એક વખત 24 કલાકનો સમય માંગી જે વિજપોલમા વિજ વાયરો બાકી છે તે વાયરો નાખી દેવાની ખાતરી આપી હતી. સરપંચ અરશીભાઇએ જણાવ્યું હતુ કે ભેંકરામા વાવાઝોડુ આવ્યાને એક વર્ષ બાદ પણ ખેતીવાડીમા પુરતી વિજળી મળતી નથી. વડાલ ગામમા પણ આવી જ સ્થિતિ છે.

અન્ય સમાચારો પણ છે…
أحدث أقدم