No results found

    લીંગડા પાસે કારની ટક્કરે પુત્રી સામે પિતાનું મોત, ઉમરેઠથી ગોપાલપુરા એક્ટિવા પર જઇ રહ્યા હતાં તે દરમિયાન કારને પાછળથી ટક્કર મારી | Father killed in car collision near Leingda, daughter was traveling from Umreth to Gopalpura on Activa when hit by car from behind

    • Gujarati News
    • Local
    • Gujarat
    • Anand
    • Father Killed In Car Collision Near Leingda, Daughter Was Traveling From Umreth To Gopalpura On Activa When Hit By Car From Behind

    આણંદ12 મિનિટ પહેલા

    • કૉપી લિંક
    • ભાલેજ પોલીસે કારચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી

    ઉમરેઠના લીંગડા – ભાલેજ રોડ પર પુરપાટ ઝડપે જતી કારે આગળ જતાં એક્ટિવાને હડફેટે ચડાવ્યું હતું. જેના કારણે એક્ટિવા પર સવાર પિતા – પુત્રીને ગંભીર ઇજા પહોંચી હતી. જેમાં પિતાનું સ્થળ પર જ મોત નિપજ્યું હતું. આ અંગે ભાલેજ પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધ્યો હતો.

    પેટલાદના રંગાઈપુરા ગામમાં રહેતા જયકુમાર ભુપેન્દ્રભાઈ પટેલ ખાનગી બેંકમાં નોકરી કરે છે. તેમના પત્ની રિયાબહેન મોગરી ખાતે કોમ્પ્યુટર કલાસમાં જતાં હોવાથી તેઓ છેલ્લા કેટલાક સમયથી તેમના પિયર ગોપાલપુરા હતાં. દરમિયાનમાં રિયાબહેન તેમના પિતા સુધીરભાઈ બચુભાઈ પટેલ (ઉ.વ.55) સાથે કોઇ કામે ઉમરેઠ ગયાં હતાં. જ્યાંથી તેઓ એક્ટિવા પર 26મીની બપોરે પરત આવી રહ્યાં હતાં.

    મહત્વનું છે કે આ દરમિયાનમાં લીંગડા પાસે પાછળથી પુરપાટ ઝડપે ધસી આવેલી કાર નં.જીજે 27 સીએમ 5261ના ચાલકની બેદરકારીના કારણે એક્ટિવા હડફેટે ચડી ગયું હતું. જેના કારણે બન્ને પિતા – પુત્રી રસ્તા પર જ પટકાયાં હતાં. જેમાં સુધીરભાઈને ગંભીર ઇજા પહોંચતા સ્થળ પર જ મોત નિપજ્યું હતું. જ્યારે ગંભીર રીતે ઘવાયેલા રિયાબહેનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં.આ અંગે ભાલેજ પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

    અન્ય સમાચારો પણ છે…

    Post a Comment

    Previous Next

    نموذج الاتصال