હારીજના સોઢવમાંથી વદ્ધા કોઇને કહ્યા વગર ઘરેથી નીકળી ગયા, પરિવાર શોધીને થાક્યો પણ ન મળ્યા, એક વર્ષ બાદ પાલિતાણાથી મળ્યા | From Sodhav of Harij, Vaddha left home without telling anyone, tired of searching for family but could not find them, found them in Palitana after a year.

  • ગુજરાતી સમાચાર
  • સ્થાનિક
  • ગુજરાત
  • પાટણ
  • હારિજના સોઢવથી, વઢ્ઢાએ કોઈને કહ્યા વિના ઘર છોડી દીધું, પરિવારની શોધખોળ કરીને કંટાળ્યા, પરંતુ તેઓ મળ્યા નહીં, એક વર્ષ પછી તેઓ પાલિતાણામાં મળ્યા.

પાટણએક કલાક પહેલા

  • કૉપી લિંક
  • ખાખરીયા ગામના સરપંચ અને ગ્રામજનોની મહેનતથી વૃદ્ધા પોતાના ઘરે પરત કર્યા

પાલીતાણા ગ્રામ્ય પોલીસ અને ખાખરીયા ગ્રામ પંચાયતની ટીમ દ્વારા એક વૃદ્ધાને પોતાના પરિવાર સાથે મિલાપ કરાવવામાં આવ્યો છે. પાટણ જિલ્લાના હારીજ તાલુકાના સોઢ્ય ગામના 60 વર્ષીય કમુબેન તખાજી ઠાકોર એક વર્ષ પહેલાં ગુમ થયાં હતાં. તેઓના પરિવાર દ્વારા ભારે શોધખોળ હાથ ધરવામાં આવી હતી. પરંતુ તેમની ક્યાંય ભાળ મળતી ન હતી. ત્યારે એક વર્ષ બાદ કમૂબેનનું તેમના પરિવાર સાથે મિલન કરાવવામાં આવ્યું છે.

વદ્ધા એક વર્ષ પહેલાં ઘરેથી નીકળ્યા હતા
આ અંગે પાલીતાણાના ખાખરીયા ગામના સરપંચ સંજયભાઈ હિર્ગુને ગામમાંથી જાણકારી મળી હતી કે, ગામમાં એક અજાણ્યા વૃદ્ધા આવી ચડ્યાં છે જે અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી અને પોલીસે તપાસ કર્યા બાદ મૂળ સોઢવ ગામના વતની એવાં કમુબેન તખાજી ઠાકોર એક વર્ષ પહેલાં ઘરેથી કોઇને કહ્યાં વગર નીકળી ગયાં હતાં. આ અંગે પાલીતાણા ગ્રામ્ય પોલીસ દ્વારા આ અંગે તપાસ કરીને આ વૃધ્ધના પરિવારને પોલીસ દ્વારા જાણ કરવામાં આવી હતી. અને તેમના પરિવાર સાથે વૃદ્ધાનો મિલાપ કરાવવામાં આવ્યો હતો.

પરિવાર શોધીને થાકી ગયો હતો
વૃદ્ધાને બે દિવસ ખાખરીયા ખાતે સરપંચ સંજયભાઈએ તેમના ઘરે રાખીને તેમના નામ-ઠામ અંગે પૂછપરછ કરી હતી. ઘીરજથી કામ લેતાં તેમણે તેમનું નામ અને સરનામું જણાવતાં પોલીસ દ્વારા વૃધ્ધા દ્વારા જણાવેલાં સરનામે તપાસ કરતાં તે સાચું જણાતાં તેમના પરિવારને વૃદ્ધા વિશેની જાણકારી આપવામાં આવી હતી. તેમના પરિવાર દ્વારા આ વિશેની જાણકારી મળતાં તેમને પણ આનંદ થયો હતો. કારણ કે તેઓ પણ તેમને શોધીને થાકી ગયાં હતાં. આખરે આ વિશેની જાણકારી પાકી થતાં વૃધ્ધાનું તેમના પરિવાર સાથે સફળ મિલન કરાવવામાં આવ્યું હતું. આ મિલાપ થવાથી કમૂબેનના પરિવારજનોમાં પણ એક પ્રકારનો હરખ જોવાં મળ્યો હતો. વૃદ્ધાના પરિવારજનોએ પાલીતાણા ગ્રામ્યના પોલીસ અને ગામના સરપંચનો આભાર વ્યક્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે…
أحدث أقدم