الجمعة، 12 أغسطس 2022

મહારાષ્ટ્રથી તણખલા આવતી ટ્રકમાંથી પકડાયેલા ગોળના FSL નમૂના લેવાયા | FSL samples of jaggery caught from sparking trucks from Maharashtra were taken

નસવાડીએક કલાક પહેલા

  • કૉપી લિંક
  • ખાખી કલરના ગોળના બોક્સ ટ્રકની અંદરની બાજુ ભરાયા હોઇ શંકાસ્પદ

છોટાઉદેપુરના નસવાડીના તણખલા ગામે શિવગંગા ટ્રેડર્સ દુકાનના વેપારી દ્વારા મહારાષ્ટ્રના પુનાથી મંગાવેલ ગોળ શંકાસ્પદ હોય છોટાઉદેપુર એસઓજી પોલીસે ટ્રક સાથે ગોળનો જથ્થો સીઝ કરેલ છે. જે જથ્થામા ગોળ બે પ્રકારના હોવાનું બહાર આવ્યું છે. જેમાં કલર, બ્રાન્ડ, પ્રિંટ, બોક્ષ, પેકીંગ, અને ખાખી બોક્ષ કલર પ્રિન્ટ આમ બે પ્રકારના ગોળ ટ્રકમા ભરવામાં આવ્યા હતા. જેમાં પીળા કલરના બોક્ષ ટ્રકમા પાછળ દેખાય તે એક નજરે ભોજન વપરાશનો ગોળ માનવામાં આવી રહ્યો છે. જ્યારે ટ્રકની અંદરની બાજુમા ભરવામાં આવેલા ખાખી કલરના બોક્ષની સ્મેલ ખૂબ જ ખરાબ આવતી હોઇ તે ગોળ વધુ શંકાસ્પદ દેખાઈ રહ્યો છે.

હાલ તો છોટાઉદેપુર એસ ઓ જી પોલીસે પકડેલ 13 ટન ગોળના જથ્થા સાથેની ટ્રકની કાર્યવાહીને લઈ એફ એસ એલ દ્વારા ગોળના અલગ અલગ નમૂના લેવામાં આવ્યા છે. જે નમૂનાના રિઝલ્ટ આવ્યા બાદ ગોળ ખાદ્ય હતો કે અખાદ્યય હતો તે દિશામા પોલીસ પછી કાર્યવાહી કરશે. આટલો મોટી માત્રમા ગોળનો જથ્થો અગાઉ કેટલી વખત પુનાથી આવ્યો હતો. તેની પણ હવે પોલીસ તપાસ શરૂ કરી છે. એકંદરે દેશી દારૂમા જ જે રસકટ ગોળ પહેલા કત્તા મા આવતો હતો તે હવે લઠ્ઠાકાંડ બાદ બોક્ષ પેકીંગમા ગુજરાતમા આવતો હોવાનું ચર્ચાઓ ઉઠી છે. છોટાઉદેપુર એસ ઓ જી પોલીસ હવે કઈ દિશામાં આગળ વધે છે તેના પર સૌની નજર છે. જયારે ભોજનમાં વપરાશનો ગોળ છે કરી જે ટ્રાન્સપોર્ટની ટ્રકના ગોળ ભરીને આવી છે તેં ટ્રકના ડ્રાઇવર, કંડક્ટર હાલ તો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે.

અન્ય સમાચારો પણ છે…

https://images.bhaskarassets.com/web2images/521/2020/11/dvb_1604320831.png

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.