السبت، 27 أغسطس 2022

દિલ્હીથી જમીયતે ઉલમાએ હિન્દના જનરલ સેક્રેટરીએ રણધીકપુરમાંથી હિજરત કરીને આવેલા પરિવારોની મુલાકાત લીધી | The General Secretary of Jamiat Ulama Hind from Delhi visited Muslim families who had migrated from Randhikpur.

પંચમહાલ (ગોધરા)28 મિનિટ પહેલા

  • કૉપી લિંક

ગોધરા કાંડ બાદના કોમી રમખાણોમાં બહુચર્ચિત બનેલા બિલ્કીશબાનુ કેસના ગેંગરેપ અને સામુહિક હત્યાના આજીવન કેદની સજાના 11 આરોપીઓને ગોધરા સબ જેલમાંથી મુક્ત કરાયા હતા. જેને પગલે રણધીકપુર ગામમાં સન્નાટો છવાઈ ગયો હતો.

બિલ્કીશબાનુ કેસના દોષિતોને વતન વાપસી સાથે રણધીકપુર ખાતાએ રહેતા અંદાઝે 75 ઉપરાંત મુસ્લિમ પરિવારો વ્યાપાર ધંધાઓ બંધ કરીને દે.બારીઆ ખાતે કાપડી વિસ્તારમાં આવેલ અસરગ્રસ્ત રહિમાબાદ કોલોની ખાતે ભય અને ડરના માહૌલ સાથે પરત આવી ગયા હતા. બિલ્કીશબાનુ કેસના આજીવન કેદની સજાના 11 દોષિતોને જેલ માફી સાથે મુક્ત કરવાના ગુજરાત સરકારના આદેશ સામે દેશભરમાં ઠેર ઠેર વિરોધ નોંધાય રહ્યો છે. ગરમાયેલા આ માહોલના પ્રત્યાઘાતો વચ્ચે આજરોજ દિલ્હી સ્થિત જમીયતે ઉલમાએ હિન્દના જનરલ સેક્રેટરી મૌલાના હકીમુદ્દીન અને મૌલાનાઓની ટીમ સાથે રણધીકપુરમાંથી હિજરત કરીને આવેલા પરીવારોની દે.બારીયા ખાતે આવેલી રહિમાબાદ કોલોનીની મુલાકાત લીધી હતી.

ગુજરાત જમીયતે ઉલમાએ હિન્દના જનરલ સેક્રેટરી પ્રો.નિસારઅહેમદ અન્સારી, જમીયતે ઉલમાએ હિન્દના ઓર્ગેનાઈઝેર મૌલાના અબ્દુલ હસન, મુફ્તી ઈમરાન બરોડા, અસલમ કુરેશી, મૌલાના સરતાજ, મૌલાના મહંમદ, મૌલાના શોએબ, અનિશભાઈ કુરેશી સહિત આવેલા મૌલાનાઓની ટીમને સાથે જનરલ સેક્રેટરી મૌલાના હકીમુદ્દીન પણ આવ્યા હતા. તેમણે વાતચીતમાં જણાવ્યું હતું કે 15મી ઓગસ્ટના રોજ સમગ્ર દેશ જ્યારે આઝાદી પર્વની આનંદથી ઉજવણી કરી રહ્યો હતો, ત્યારે બિલ્કીશબાનુ કેસના 11 આરોપીઓને જેલ માફી સાથે મુક્ત કરવાનો નિર્ણય એક આઘાત સમાન છે. આ નિર્ણયથી ડર અને ભય સાથે હિજરત કરીને આવેલા આ પરિવારોને રૂબરૂમાં મળીને સંભવતઃ મદદની હૈયાધારણાઓ આપી હતી.

અન્ય સમાચારો પણ છે…

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.