ગોપાલ ઈટાલિયા એ શહેરના વેપારીઓની પીડા જાણવા માટે સંવાદ કાર્યક્રમ યોજ્યો,નોંધ લઈ શકાય એવો કોઈ પ્રશ્ન પુછાયો નહી | Gopal Italia held a dialogue program to know the pains of the traders of the city, did not ask any question that could be taken into account.

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • Gopal Italia Held A Dialogue Program To Know The Pains Of The Traders Of The City, Did Not Ask Any Question That Could Be Taken Into Account.

નવસારી16 મિનિટ પહેલા

  • કૉપી લિંક

નવસારી શહેરમાં આવેલી લેઉઆ પટેલ સમાજની વાડીમાં જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા વેપારીઓના પ્રશ્નો સાભળવા માટે એક સંવાદ યોજ્યો હતો. આ સમગ્ર કાર્યકમમાં વેપારીઓએ GST,લોન,ઉઠમણાં,સરકારી કનડગત સહિતના પ્રશ્નો પૂછ્યા હતા અને તેના ઉકેલ માટે ગોપાલ ઇટાલિયાએ સરકાર બદલવાની વાત કહી હતી. આ સમગ્ર કાર્યક્રમમાં વેપારીઓના મુદ્દા બાદ સૌથી વધુ ગોપાલ ઇટાલીયાએ ભાજપ સરકારને ઘેરવાનો પ્રયત્ન કર્યો હતો અને મોદી નીતિઓનો સ્ટેજ પરથી વિરોધ કર્યો હતો.સાથે એવો કોઈ સળગતો મુદ્દો વેપારીઓ માંથી આવ્યો નથી જેની નોંધ લઈ શકાય.

ગોપાલ ઈટાલિયાએ ભાજપને શાસન સામે પ્રશ્નો ઉઠાવ્યા હતા અને ગુજરાતની સરકારની વેપારીઓના વિકાસલક્ષી નીતિ સામે પ્રશ્નાર્થ ઉઠાવ્યા હતા.સાથેજ શહેરના સર્વોદય નગરના કથિત મંદિર મુદ્દે પણ પાલિકાને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. ઇટાલિયા એ સ્ટેજ પરથી દાવો કર્યો છે.દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા ના ઘરે CBI ની રેડ કરી ત્યાં પાવલી મળી નથી પણ જો ED અને CBI નવસારી ભાજપ જિલ્લા પ્રમુખ ઘરે જશો તો ઘણું બધું મળશે તેવી વાત કહીને સીધો પ્રહાર કર્યો હતો.

તો આ સમગ્ર મુદ્દે જિલ્લા ભાજપ પ્રમુખ ભૂરાલાલ શાહ એ પણ વળતો પ્રહાર કર્યો હતો કે આ સમગ્ર કાર્યક્રમમાં શહેરના વેપારીઓ ન મળતા આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા હોલ ભરવામાં આવ્યો હતો અને મોટાભાગના પ્રશ્ન પૂછનાર લોકો સુરતથી આવ્યા હતા જેથી આ સમગ્ર કાર્યક્રમ પોલિટિકલ થયો હોવાના આક્ષેપો પણ ભાજપ તરફથી કરવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યકમ ભાજપને ભાંડવા માટે યોજાયો હોવાની વાત કહી હતી.

અન્ય સમાચારો પણ છે…
Previous Post Next Post