'ભાજપ-કોંગ્રેસની ઇલુ-ઇલુની રાજનીતિ ખતમ થઇ જશે, હવે જનતાની રાજનીતિ જ ચાલશે, આપ-ભાજપ વચ્ચે સીધી ટક્કર થશે' | He will address a press conference in Vadodara in a few minutes, also hold a meeting in Bodeli

વડોદરાઅમુક પળો પહેલા

  • કૉપી લિંક
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ - Divya Bhaskar

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાતના પ્રવાસે છે, ત્યારે વડોદરા શહેરમાં થોડીવારમાં પ્રેસ કોન્ફરન્સને સંબોધન કરી રહ્યા છે. અરવિંદ કેજરીવાલે જણવ્યું હતું કે, ‘ભાજપ-કોંગ્રેસની ઇલુ-ઇલુની રાજનીતિ ખતમ થઇ જશે, હવે જનતાની રાજનીતિ જ ચાલશે, આ ચૂંટણીમં આપ-ભાજપ વચ્ચે સીધી ટક્કર થશે’.

અરવિંદ કેજરીવાલની પ્રેસ કોન્ફરન્સ
– ગુજરાતના વેપારીઓને વેપારીઓને ઇજ્જતની જિંદગી આપીશું
-આદિવાસીઓનું સૌએ મળીને શોષણ કર્યું છે, તેઓ બહુ પછાત છે, સંવિધાન કોઈ સરકાર લાગુ કરવા તૈયાર નથી
-આદિવાસીઓ માટે સંવિધાનની 5મી વ્યવસ્થા લાગુ કરીશું, પેસા કાનૂન કડકાઈથી લાગુ કરીશું
-ટ્રાઇબલ એડવાઇઝરી કમિટીના ચેરમેન આદિવાસી રહેશે
-આદિવાસી સમાજના બાળકો અભણ રહી જાય છે
-દિલ્હીની જેમ દરેક આદિવાસી વિસ્તારમાં સારી સ્કૂલ ખોલીશું
-આદિવાસીઓની સારવાર માટે કોઈ સુવિધા નથી, દરેક ગામમાં મહોલ્લા ક્લિનિક ખોલીશું, ત્યાં મફત સારવાર થશે
-આદિવાસીઓને કાસ્ટ સર્ટિફિકેટ લેવામાં મુશ્કેલી પડી રહી છે, તેને આસાન બનાવીશું
-જેના ઘરમાં છત નથી, તેના સારું ઘર આપીશું, રોજગાર આપીશું
-આખુ ગુજરાત આજે કેજરીવાલની સાથે ઉભુ છે, તેમના સર્વેમાં પણ આપને સમર્થન મળ્યું છે
-ભાજપ-કોંગ્રેસના ઇલુ ઇલુની રાજનીતિ ખતમ થઇ જશે, જનતાની રાજનીતિ જ ચાલશે, આપ-ભાજપ વચ્ચે આ ચૂંટણીમાં સીધી ટક્કર થશે

વડોદરા એરપોર્ટ ખાતે કાર્યકરો દ્વારા ભવ્ય સ્વાગત કરાયું
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીનો સમય જેમ નજીક આવી રહ્યો છે. તેમ તેમ આમ આદમી પાર્ટી પણ હવે ગુજરાતમાં પોતાનો પ્રચાર પ્રસારના પ્રયાસો મજબૂત કરી રહી છે. તેવામાં ગુજરાતના પ્રવાસે આવેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ જામનગર બાદ વડોદરા આવી પહોંચ્યા હતા. વડોદરા એરપોર્ટ ખાતે આવી પહોંચેલા આમ આદમી પાર્ટીના સુપ્રિમો અને દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલનું વડોદરા આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. કાર્યકરોએ આમ આદમી પાર્ટી જિંદાબાદના નારા લગાવી એરપોર્ટ ગજવી દીધું હતું. તેઓના સ્વાગત માટે ગુજરાત પ્રદેશ આમ આદમી પાર્ટીના અગ્રણીઓ ઇશુદાન ગઢવી, વડોદરા આમ આદમી પાર્ટીના અગ્રણી વિરેન રામી સહિતના અગ્રણીઓ અને કાર્યકરો આવી પહોંચ્યા હતા.

ગુજરાતમાં પણ વિનામૂલ્યે વીજળી બીલ આવતા થઇ જશે
એરપોર્ટ ખાતે પત્રકારો સાથેની વાતચીતમાં કેજરીવાલે જામનગરના વેપારીઓ સાથે થયેલી વાતચીત અંગે કહ્યું હતું કે, વેપારીઓને ગુજરાતમાં ડરાવવામાં આવે છે, ધમકાવવામાં આવે છે, ગુજરાતમાં ખૂબ ભ્રષ્ટાચાર છે. અને તેમને કામ કરવામાં તકલીફ પડે છે. આપની સરકાર બનશે તો વેપારીઓને ભય વગર વેપાર કરવાનું વાતાવરણ મળશે. સાથે જ તેમણે કહ્યું હતું કે, પંજાબ અને દિલ્હીની જેમ ગુજરાતમાં પણ વિનામૂલ્યે વીજળીના બિલ આવતા થશે. તેમણે ઉમેર્યું હતું કે, જેલમાં નાખવાની રાજનીતિ પણ બંધ થવી જોઈએ. જેલમાં નાંખવાની નીતિ બંધ કરવામાં નહીં આવે તો વિકાસ પણ રૂંધાઇ જશે.

અન્ય સમાચારો પણ છે…
Previous Post Next Post