પોરબંદર40 મિનિટ પહેલા
- કેટલાંક સ્થાનિક ગ્રામજનો બહાર બેઠાં હતાં, પૂરઝડપે ધસી આવેલી કારે બેને અડફેટે લીધા
- પોલીસે અજાણ્યા કારચાલકને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યાં
પોરબંદરના ભારવાડા ગામે હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. જેમાં અજાણ્યા કાર ચાલકે બે વ્યક્તિઓને હડફેટે લેતાં બંનેના ઘટના સ્થળ પર જ મોત નીપજ્યાં હતાં. કારે બેન્ચ પર બેસેલા બે ગ્રામજનોને કચડી નાખતાં પંથકમાં અરેરાટી ફેલાઈ હતી. જો કે નાસી છૂટનારા કાર ચાલકને ઝડપી પાડવા સ્થાનિક પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ભાવસિંહજી જનરલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા
કારે બેન્ચ પર બેસેલા બે જણને અડફેટે લીધા
પ્રાપ્ત માહિતી અનુસાર ભારવાડા ગામના બસ સ્ટેન્ડ પર રાત્રીના સમયે કેટલાક સ્થાનિક ગ્રામજનો બેઠા હતા. તે દરમિયાન અચાનક પૂરપાટ ઝડપે એક કાર ધસી આવતાં તેણે બસ સ્ટેન્ડની બેન્ચ પર બેઠેલા બે લોકોને અડફેટે લીધા હતા.

બે લોકોનાં ઘટનાસ્થળ પર જ મોત નીપજ્યાં
કારે જોરદાર ટક્કર મારતા ગંભીર રીતે ઘવાયેલા બે લોકોના ઘટના સ્થળ પર જ મોત નીપજ્યાં હતાં. ત્યારબાદ સ્થાનિકોની મદદથી બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે પોરબંદરની સરકારી ભાવસિંહજી જનરલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા. જો કે આ સમગ્ર હિટ એન્ડ રનની ઘટનામાં ઠોકર મારી બે વ્યક્તિનાં મોત નિપજાવી નાસી છુટનારા આરોપી કાર ચાલકને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

નાસી છૂટનારા કારચાલકને ઝડપી પાડવા સ્થાનિક પોલીસે ચક્રો ગતિમાન કર્યાં.
મૃતકોની વિગત
1. છગન મસરી ઓડેદરા, ઉ. 53 વર્ષ
2. અરજન રાણાવાયા, ઉ. 55 વર્ષ
https://images.bhaskarassets.com/web2images/960/2022/08/10/local-news-2022730-x-548146_1660104444.jpg